________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધર,
Inયા
જ્ઞાન થકી છે સુખને શાંતિ, જ્ઞાને ક્ષણમાં મુક્તિ થાય; જ્ઞાન થકી છે જીવતો આતમ, જ્ઞાને પ્રભુ મળતા નિર્માય છે જ્ઞાનીની સેવા ભક્તિથી,–પ્રગટે છે નિજ આતમજ્ઞાન, જ્ઞાની આઠે કર્મને ટાળે, જ્ઞાની પામે છે નિર્વાણ. જ્ઞાનાનન્દમયી છે આતમ, અનંત નામે આતમ દેવ; જનધર્મનો સાર છે આતમ, પરમાતમ કર તતખેવ. મારા જ્ઞાતા બનશે !! સર્વતત્વના, જ્ઞાન વિના સહ લેક ગમાર;
જાણે !! જ્ઞાને સઘળાં, જ્ઞાનથી દુઃખ સહુ ટળનાર. ૪ જ્ઞાને મન જીતાય છે, ગુરૂથી પ્રગટે જ્ઞાન જ્ઞાનથી ધ્યાન ચારિત્ર છે, ચારિત્રથી નિર્વાણ. જ્ઞાનકિયાથી મોક્ષ છે, જ્ઞાન છે જ્ઞાની પાસ જ્ઞાની ક્ષણમાં મુકિતને પામે પ્રભુ કહે ખાસ.
દા. જ્ઞાનાનંદમયી છે આમ,ચિદાનંદને ઝટ પ્રગટાવ!!. ચિદાનન્દ પ્રગટે તે પ્રભુ છે, અનંત જ્યોતિ પ્રભુ જગાવ!!. આશા જ્ઞાનાનન્દ સ્વરૂપ આતમ છેતે છે અસંખ્ય નામે દેવર જ્ઞાન કરીને સમ્યક સમજે !!, નિજને નિજ નિજ જ્ઞાને સેવ!!. ૮ જ્ઞાનીઓની સેવા ભક્તિ-સંગતિમાં સહુ જીવન ગાળ!!; જ્ઞાન કરે!! પ્રતિદિનનવનવલું,-જ્ઞાની આગળ થઈ જા! બાળ. ૫ જ્ઞાની આગળ ગર્વ ન કરે, જ્ઞાનીનું કરી બહુ સમાન; જ્ઞાન મળે ત્યાં અÍઈ જા !!, સર્વ લોકને આપે !! જ્ઞાન. ૧ જ્ઞાનસમું નહીં પવિત્ર કોઈ નહીં અજ્ઞાન સમ કો દેષ; જ્ઞાની સંગે જ્ઞાન મળે છે, જ્ઞાની સંગે આતમ પોષ!. ૧૧ જ્ઞાન ક્રિયાથી મુક્તિ નકકી, સૈથી મોટું આતમજ્ઞાન; જ્ઞાની શ્વાસમાં મુકિત પામે છે એ નક્કી માન !!. ૧રા જ્ઞાની ગુરૂથી જ્ઞાન પ્રકટે, અજ્ઞાની ગુરૂ હેય ન જાણ!!? જ્ઞાનીઓના અનુભવ જાણે !! -સાપેક્ષા એ કરશે જ્ઞાન. ૧૩
– સિમાપ્ત. –
For Private And Personal Use Only