SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધમ. (૩ ) મરનારાને નિર્ણય કરશે, પ્રભુ ધર્મને આપી બેધ; મરવાનું કે નહિ કહેશે, મૃત્યુ કારણ અંતર્ ધ ! !. ૧૫૪ મરવું એ શબ્દ ન કેને,સારો લાગે જગમાં જાણ!! મરવાનું તું કહે નહિં કોને, જગમાં સૌને વ્હાલા પ્રાણી છે૧૫૫ છે મરણ ભીતિથી દુઃખી જેઓ –તેઓને નિર્ભયતા આપ ! ! મરણ દુઃખથી દુ:ખીઓનાં,-દુઃખને વેગે તું કાપ ! !. ૫ ૧૫૬ છે મરણ થકી રો ! ! સૌ જી-તેથી પુણ્ય ઘણું બંધાય; મરનારાની સેવા કરતાં–પ્રગટ પ્રભુ નયને નિરખાય. જે ૧૫૭ છે માર !! ન કોને કોધે ક્યારે, જીને દે ! ! નહિં સંતાપ; મારંતાં નહિં ધર્મ પ્રગટતાં, માર્ચામાં છે ઝાઝું પાપ છે ૧૫૮ છે મર!! એ કદિ શબ્દ બેલ !!નહિં –કોધાદિકથી આતમરાજ !!! મારવું મરાવવું અનુમોદવું,-એ સૈ પાપ તણું છે કાજ. ૧૫૯ છે મૃત્યુ પોતાને બહાલું નહિં –એવું બીજાનું તું જાણ!! મરકી આદિ રોગથી મરના, જીના રક્ષે ! ! શુભ પ્રાણ. ૧૬ મરવું શિખો !! ધર્મમાર્ગમાં, મરતાં અમર છ થઈ જાવ! ! મરીને અન્ય બચાવો ! ! જીવ, મારણુ વૃત્તિ વેગે હઠાવ !!. ૧૬૧ મરતાં નિર્ભય આતમ કરવું, અમર આતમા જાણું નિત્ય; મરે તે દેહાદિક છે પ્રાણ, દેહ વિનાશી સદા અનિત્ય. ૫ ૧૬૨ છે મનની મારા મારી જગમાં, મનથી મરવું જીવવું થાય; મન તે જાણે!! સ્વર્ગે નરક છે, મનથી ભવની મુકિત પમાય. ૧૬૩ મનથી મરવું મનથી તરવું, મનથી જગમાં હારને જીત; મનને જીત્યાં જીત્યું સઘળું, શાને મનને ધાર ! ! પવિત્ર છે ૧૬૪ મનડું જેવું તેવું ભાસે,-દુનિયામાં સો નિશ્ચય જાણું !! મનની ભૂલ ભૂલામણી જગમાં, મનવશ કરતાં મુકિત માન!!. ૧૬પા મનમાં મેલ તે મેલું સો છે, પવિત્ર મન તો સર્વ પવિત્ર મન શુદ્ધ જ તે આત્મપ્રભુ છે,–એવી સમજે !! મનની રીત. ૧૬૬ મનડું હળવે હળવે વશમાં–થાતું, એ નિશ્ચય ધાર !; મિન વશમાં તો દેવ છે પાસે, અંતરમાં તીર્થો નિરધાર. ૧ ૧૬૭ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy