________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-મ.
(૩૮૯) મેળ જે લક્ષમી સત્તા સ્વાર્થે,-તેમાં બળતું છે મશાણ; મેળ જે કામે લેભે થાતે, જીવંતાં તે કબ્ર સમાન. ૧૨દા મેળ જે સગુણ સત્કમીને, અરસ્પરસ ત્યાં સુખની લહેર; મેળ જ્ઞાનાનન્દ સ્વભાવે –વર્તે નહીં ત્યાં કંઇ અધેર. ૧૨૭ મેળ છે આત્મસ્વભાવે મારે, સર્વજોથી અંતર્ બેશ; મળ્યો પ્રભુથી વિશ્વથી જ્ઞાને, વિશુદ્ધ પ્રેમ રહ્યો ન કલેશ. ૧૨૮ મુનિસુવ્રત જિનવર જયકારી, વીસમા તીર્થંકર સુખકાર; મુક્તિ સુખદાતા પ્રભુ પૂરણ, જન્મ મરણ દુઃખના હરનાર. ૧૨૯ મેળ કરીને આતમભાવે, જગમાં હળીમળીને ચાલ! ! મળતા વિચારે સહુની સાથે, મળીને રહેવું નિશ્ચય ધાર! !. ૧૩ના મળતા વિચારેને આચારો,–જે નહીં આવે અન્યની સાથે મતભેદે ત્યાં શ્રેષ ન કરે, દ્વેષે મળે ન ત્રિભુવનનાથ. ૧૩૧ મળતા જે જે અંશે આવે, અન્યના આચાર વિચાર; મળતા તે તે અંશે રહીએ, અન્યથી શુભ એ વ્યવહાર. ૧૩રા મતપંથ દર્શન ધર્મ ઘણું જગ, મતભેદથી લડવું ફેક; મતપંથ દર્શન ધર્મ રહસ્ય,–જાણે એવા લડે ન લોક ૧૩૩ મનની હયાતી સુધી જગમાં, મતિ મતામત રહે હયાત; મન મર્યા પછી શુદ્ધાતમમાં, મતો કદાગ્રહ રહે ન જાત. ૧૩૪ મતપંથને ધર્મોને જે-સાત નથી જાણે જેહુ; મત દાયે તે સાપેક્ષાએ,–જાણું જેન બને ગુણગેહ. ૧૩પા મત ધર્મોની મારામારી, અનાર્ય લોકોમાં બહુ થાય; મ્હાવીર પ્રભુનાં તો જાણે –તો વીતરાગદશા જીવ પાય. ૧૩લા મતિકૃત અવધિ ને મન:પર્યવ, પંચમ વ્યાપક કેવલજ્ઞાન, મહાવીર પ્રભુએ પાંચ જ્ઞાનનું સ્વરૂપ પ્રકાયું સુખકર જાણ!!. ૧૩ણા મળતા રહીએ મળતા સાથે, સદ્દગુણ આત્માર્થે જ્યાં ત્યાંય; મળીએ હળીએ મત્રીભાવે, મિત્રભાવ ધર !! માંડ્યા. ૧૩૮ માઠું કહેવું કોને ન મીઠું,–લાગે મનમાં નિશ્ચય ધાર; મીઠું ખાવું પીવું મીઠું, કહેવું રહેવું સુવું સાર.
૧૩૯શ.
For Private And Personal Use Only