________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
કક્કાવલિ સુબેધ-પ. પતિ પત્ની થવું ગુણ કર્મોને, ધર્મ સામ્યથી તે છે યોગ્ય પતિ પત્ની બનેમાં ભેદે, દંપતી માટે તેહ અગ્ય. ૧૧૧ છે પરણ્યાવણ રહેવું તે સારૂં, ગુણકર્મોણ લગ્ન ન બેશ પતિ પત્ની જ્યાં ચામડી મહે, થાતાં ત્યાં પછીથી છે કલેશ. ૧૧૨ પતિ પત્ની સાત્વિક ગુણ , સમાનધર્મ સ્વગી જાણ !! ; પતિ પત્ની બે તમગુણ ત્યાં,–જીવતાં નરકનું પ્રગટે સ્થાન. ૧૧૩ પૂર્વ ને પાશ્ચમ મેળ મળે નહિ, બનેની જ્યાં દિશાએ ફેર; પુણયને પાપને મેળ મળે નહીં. અમૃતને તેમ જાણે! ઝેર. ૧૧૪ પાપી અને ધમી એ બેને, ગુણી દુર્ગણીને મળે ન મેળ; પવિત્ર મેલાં ને નહિ બનતું, સરખામાં છે મેળને ખેલ. ૧૧૫ના પરાક્રમે વણ કઈ ન માને, પરાક્રમથી જંગ છવાય; પરાક્રમી સ્વતંત્ર છે, નિર્બલ જગમાં માર્યો જાય. ૧૧૬ પરાક્રમી તે જગમાં સાચો, દયા દાન દમ ધારે જેહ, પાપકમીનાં પાપ ટાળે, પાપે પોષે નહીં નિજ દેહ. મે ૧૧૭માં પરાક્રમી તે દુષ્ટ પાપીને, અન્યાયીને દેતે દંડ; પરાક્રમી તે અન્યલોકની,-ચઢતે હાથે બની પ્રચંડ. ૧૧૮ પરાક્રમી તે દુ:ખીઓને, સંકટવેળા કરતે હાય; પશુ પંખી જન રક્ષા કરતે, સંકટ બૂમે હેલે ધાય. ૧૧૯ પવિત્ર તે જે મન વચ કાયથી, હિંસાદિકને ત્યાગે જેહ, પવિત્ર તે જે પાપ કરે નહિ, પાપે પોષે નહીં નિજ દેહ છે ૧૨૦ છે પવિત્ર તે જે રાગ રોષને, કામ ક્રોધ વ્યભિચારથી દૂર; પરને મારી પેટ ભરે નહીં, અનીતિ જૂલ્મ થાય ન દૂર. ૧૨૧ પવિત્ર થા !! આતમ !! ઘટમાંથી, ત્યાગી પાપાચાર વિચાર; પવિત્રતાઈ માંહી પ્રભુ છે,–એવો નિશ્ચય કરીને ચાલ !!. ૧૨૨ છે પવિત્ર રહો !! શયતાન નિવારી, જે !! તુજ આતમરૂપ પવિત્ર પવિત્ર થાતાં આત્મપ્રભુ છે,–જાણું ધારો!! પવિત્ર રીત. . ૧૨૩ પ્રસન્નતા ધર!! સાંપ્રત સ્થિતિમાં, પ્રસન્નભાવે જીવન ગાળ !!; પ્રગટે–થાતું તે સહુ ભાવી, ઉન્નતિ માટે માની ચાલ !!. ૧૨૪
For Private And Personal Use Only