________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ત.
(૨૫૧) તારીફ નિજની સુણ ન હ !!, સુણી નિન્દા નહીં કરશે ક્રોધ, હારૂં મારૂં જગ સહુ મિથ્યા, કરજે પ્રભુને સાચે બેધ. ૧૫રા તાર્કિક શાબ્દિક વિદ્યાઓના, ઝઘડે કશ્ય ન આવે સાર; તારી ઉન્નતિ તારા હાથે, સ્વાશ્રય ગુણેવડે છે ધાર! . ૧૫૩ તાલાવેલીના ઉત્સાહ, ધારેલાં કાર્યો સહુ થાય; તાલાવેલી પ્રભુમાં લાગે, આમ પ્રભુ પ્રગટી પરખાય. ૧૫૪ તાલીમ લે!! મનતનુ શક્તિકર, તાલીમ લેને થા !! હુંશિયાર, તાલીમ બાજ બની શુભ કરશે, દુરૂપયોગ ન કરે !! લગાર. ૧પપા તાલેવંત બની જે પરને, આપે દાન કરે ઉપકાર; તાલેવંત ખરે તે જગમાં, પરમાથે ધન વાપરનાર. ૧૫દા તાવ પ્રગટતાં લંઘન કરવું, તાવી કરજે સત્યને ખ્યાલ તાવીજ સાચું વિનય પ્રેમને, કર્તવ્ય કરવાનું સાર. ૧૫ના તિતિક્ષા ધરીને સર્વ લેકની –સાથે મળીને કર !! શુભકાજ; તિતિક્ષા જેણે સાચી ધારી, તે પામ્યો આતમ સામ્રાજ્ય. ૧૫૮ તિરસ્કાર કરે નહીં કેનો, દુર્ગણ દે છે જ ખરાબ; તિરસ્કાર કરવા પૂર્વે તું, નિજ ને ઉત્તર આપ !!. ૧૫લ્લા તિલકાદિક છે ધર્મનાં ચિહે, તીથ છે સગુણ વૃન્દનું ઠામ, તીડેથી ખેતીને હાનિ, તીર્થની યાત્રા છે ગુણ ધામ. ૧૬મા તીર્થ તે દુઃખદધિથી તારે, તરીએ જેથી તીર્થ છે એહ; તીર્થ તે સાધુ સાધ્વી શ્રાવક, શ્રાવિકા સંઘ ચતુર્વિધ જેહ. ૧૯૧૫ તીર્થ સમ્યગ કૃત શાસ્ત્રો છે, જેનાગમ ગ્રન્થ સુખકાર; તીર્થ તે સમ્યગુમતિ શ્રુતજ્ઞાની, સંઘ સદા જગમાં હિતકાર. ૧૬રા તીર્થ તે વિદ્યાજ્ઞાનને શકિત, સમ્ય દર્શનને ચારિત્ર, તીર્થ તે સંયમ ધ્યાન સમાધિ, તરીએ જેથી તીર્થ પવિત્ર. ૧૬૩ તીર્થ તે સત્યાચાર વિચારે, ગૃહસ્થ ત્યાગી ધર્મ સદાય તીર્થ તે વ્રત તપ જપ નિયમાદિક,–જેથી આતમ શુદ્ધિ થાય.૧૬૪ તીર્થ તે સદગુણ શુભ કાર્યો સહુ, જ્ઞાનાનન્દ છે તીર્થ મહાન તીર્થને સ્થાપે તે તીર્થકર, વિતરાગ કેવલી ભગવાન. ૧૬પ
For Private And Personal Use Only