________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રદ્ધા રાખી શકતા ન હોઈ સૌ દેવ સરખા ગણું સમ્યકત્વને ગુમાવે છે; પણ ગુરૂદેવ તો એકજ દેવગુરૂની શ્રદ્ધા રાખવા ફરમાવે છે –
એક દેવને એક ગુરૂથી એક પતિ પત્નિથી સુખ, એકથી બે જ્યાં પડયા મતોત્યાં, ફાટકુટને પ્રકટે દુઃખ.
માત્ર એકજ પતિ અને એકજ પત્નિની આવશ્યકના સાંસારિક દષ્ટિએ અતિ આવશ્યક હોઈ સુખ જેવી વસ્તુ માટે અનેક પત્નિઓ, છુટાછેડા-પુનર્લગ્ન આદિ બાબતનો સખ્ત નિષેધ ગુરૂદેવ જણાવે છે અને સત્યજ છે કે સંસારમાં સાચે પ્રેમ સાચું સુખ માત્ર એકજ પતિ-એકજ પત્નિના સંબંધમાં સંભવે છે.
એવં ભૂત નયાપેક્ષાએ, સર્વ કર્મના નાશે મુક્તિ એવી રીતે તૈગમ આદિ, નથી જાણે મુક્તિ યુક્તિ.
સાત નયમાં છેલ્લે એવં ભૂત-નિશ્ચય ન સર્વ શ્રેષ્ટ છે. જેનદર્શન સાત નયની અપેક્ષાઓમાં–ન્યાયમાં–શ્રેષ્ટતા ભોગવે છે. એ નયની અપેક્ષાએ સર્વ કર્મનાં નાશ વિના મુક્તિ હોયજ નહીં એમ કહે છે, છતાં કેટલાંય દર્શને અમુક રીતે મુક્તિ માને છે, તે પિગમાદિ નયોની અપેક્ષાએ છે છતાં તેમની માનેલી મુક્તિ કેટલી અપૂર્ણ છે તે સર્વ નયને અપેક્ષાઓ જાણે છે તે સમજે છે. જેનદર્શનની બલિહારી છે કે નયના પ્રબંધમાં વિશ્વના તમામ પ્રબંધ કરી સત્ય પ્રકટ કરી આપ્યું છે.
ગુરૂશ્રી સંપ માટે ઘણું કહેતા–સંપ એજ બળ છે. સંપ એજ સંરક્ષણ છે. અને માત્ર હિન્દુઓમાંજ નહિં પણ મુસલમાને તથા અન્ય પ્રજાઓના સંપની આવશ્યકતા જણાવતા એ માટેના તેમના ઉદ્દગા જોઈએ.
એજ્ય વિના આ જગ હાર્યા, એકતા વિણ જેનોને હાસ ઐક્ય વિના મુસ્લીમે હાર્યા, હિન્દીઓને થતો વિનાશ. એક્યથી બ્રિટીશે જય પામ્યા, હિન્દુસ્થાનનું પામ્યા રાજ્ય ઐક્યથી બ્રિટીશ ફ્રાંસે હાલમાં, પિતાનું રહ્યું સામ્રાજ્ય. ઐયથી જાપાનીસો જીત્યા, ચીનાઓ પામે છે હાર; ઐક્યને આવશ્યક તે કરવું, ઉપાયે કરીને જ હજાર એક્ય થશે જબ હિંદીઓનું, તબ હિન્દીઓનું સામ્રાજ્ય; ઐક્યને આત્મ સમર્પણ શક્તિ, એ ત્રણથી જગ રહેતી લાજ.
ન્નતિ, દેશોદ્ધાર અને સ્વરાજ પ્રાપ્તિ માટે ઉપલા મંત્રો ગુરુશ્રી દેશ
For Private And Personal Use Only