________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ-કમ-કુટુંબ અને મિત્ર-પતિ-પત્નિ આદિને માટે કુંકે છે. માત્ર થોડી પંક્તિઓમાં જ મહાન સૂત્રો તેઓશ્રી “એ” માં આપે છે.
જેનો માટે ગુરૂશ્રીને ઘણીજ લાગણી હતી. તેઓશ્રી જેનોને કાયર-કુસંપીદુ:ખી-કલેશી—પરતંત્ર–પામર-દરિદ્રી દેખતા કે તુર્તજ તેમને ઉપદેશ આપી ઉન્નતિને માર્ગે દોરી જતા અને તેમના ઉપદેશથી ઘણું જેનો ઉન્નત દશાને પામેલા હિન્દમાં છે –
એ જૈનો કરી એકતા જાગે, શુદ્ર ભેદમાં બની ઉદાર, એ જેનો કરી ઐકય પ્રવર્તે, ઐક્ય બળે છે હયાતી ધાર.
માત્ર આ બેજ પંક્તિઓમાં જેનો માટેની ગુરૂશ્રીની ઉછળતી લાગણીઓ જણાય છે. જેના કામની હયાતી ઐક્ય ઉપરજ નિર્ભર છે. શુદ્ર મતભેદમાં ભૂલી જેને વર્તમાન કાળમાં આંતરકલેશમાં મગ્ન રહ્યા છે અને પિતાના ધર્મનો ઉત્કર્ષ વિસર્યા છે. તે માટે આ સચોટ સબંધ માત્ર ટુંકાણમાં તેઓશ્રી બતાવે છે. અને તે તમામ જેને શિરોધાર્ય કરવા યોગ્ય છે.
ઔષધઆશ્રમ, વૈદ્ય, અને ઔષધશાસ્ત્રની પરમ આવશ્યક્તા વિશ્વને છે અને રહેશે. ભારતવર્ષમાં આ ત્રણેની આવશ્યક્તા રહેવાની છે તે માટે તેઓ જણાવે છે કે –
ઔષધશાળાઓ બંધાવે, પ્રકટાવ શુભ વૈદ્ય અનેક. ઔષધીઓનાં શાસ્ત્ર રચાવો, વૈદ્યકશાસ્ત્રને કરે વિવેક,
આમ બારાખડીના માત્ર બારજ શબ્દોમાં હજારો સુન્દર ભાવવાહી ઉપદેશક પંક્તિઓ ગુરૂદેવે લખી છે.
વિચારના પુને શબ્દોરૂપી દોરામાં ગુંથી સુન્દર માળા બનાવવી તેનું નામ કવિતા–ને કવિતા એ ઘણુંજ ટુંકાણમાં બહોળા વિચારોને પ્રકટ કરવાનું એક માત્ર સાધન છે; જે પૂર્ણ કુશળતાથી ગુરૂશ્રીએ સફળ કર્યું છે.
ગુરૂશ્રી બારાખડીમાં વ્યવહાર નિશ્ચય બન્ને પ્રકારના અલૌકિક જ્ઞાનને ભરી હજાર પંકિત રચી હવે કક્કાવલી તરફ આવે છે.
ક” પર ચાલીશ પૃષ્ઠ ભર્યા છે. જ્યાં જ્ઞાનગંગાનો પ્રવાહ અખલિતપણે વહેતો હોય, સ્વાનુભવની સેર છૂટતી હોય, પરોપકારને દયાના સદા ચાલતા હેય, અને આત્માનંદના ઝરા ઉછળતા હોય ત્યાં પરોપકારાર્થે લખાણે લખતાં કલમ પૂરવેગમાં દેડેજ.
For Private And Personal Use Only