________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫). સમ્યગ જ્ઞાનપ્રભાવથી, પ્રભુ! તુજ રૂપ જણાયરે; ચાર પ્રમાણ ને ભંગથી, ધર્મ અનેક પરખાયરે. સુમતિ. ૭ મન-વચ-કાયઅતીત તું, આદર્યો વેગથી સારરે, તુજ મુજ એકતા સંપજે, બુદ્ધિસાગર નિર્ધારરે. સુમતિ. ૮
६ पद्मप्रभस्तवन. (વિરતિ એ સુમતિ ધરી આદરે–એ રાગ.) પદ્મપ્રભુ અલખ નિરંજન, સિદ્ધના આઠ ગુણધારી રે; સાકાર ઉપગે ચેતના, નિરાકાર જયકારી રે. પદ્મ.૧ અજર અમર અગોચર વિભુ, નામ ન રૂપ ન જાતિરે; જગગુરૂ જય શ્રી ચિંતામણિ, ત્રણભુવનમાંહિ ખ્યાતિરે. પદ્મ. ૨ ઉપમાનીત પરમાતમા, અનુભવવિણ ન જણાયરે; દિશિ દેખાડી આગમ રહે, અનુભવે પ્રભુ પરખાયરે. પ. ૩ સદગુરૂ-તીથૈઉપાસના, સ્યાદ્વાદ સૂત્રને ધરે પરપર ગુરૂગમ જેડતાં, કરે ભવી જિનવરશધરે. પ. ૪ જ્ઞાનના માનમાં ધ્યાન છે, ધ્યાનથી હાય સમાધિરે, પરમ પ્રભુ એક તાનમાં, ભેટતાં જાય ઉપાધિરે. પદ્મ. ૫ અનુભવ-અમૃત સ્વાદતાં, ચિત્ત અન્યત્ર ન જાય, ચકેર જેમ ચંદ્ર તેમ રાચતું, પરમ પ્રભુરૂપમાંહ્યરે. પદ્મ ૬ સુખ અનંતની રાશિમાં, જીવનમુક્તપદ પાયરે, બાહ્યના સુખ રૂચે નહિ, નિશ્ચયસુખ નિજ મારે. પદ્મ. ૭ પર પરિણતિરંગ પરિહરી, શુદ્ધ પરિણતિમાંહિ રંગરે બુદ્ધિસાગર જિનદર્શન, દેખવા પ્રેમ અભંગરે, પદ્મ. ૮
For Private And Personal Use Only