________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ )
७ सुपार्श्वनाथस्तवन. (નદી યમુનાકે તીર-એ રાગ. સુપાર્શ્વપ્રભુ ! જિનરાજ ! કૃપાળુ તારશે, વીનતી મુજ પ્રેમ ધરીને સ્વીકારશે; રાગ દ્વેષ અન્યાય નૃપતિ જોર ટાળશે, શુદ્ધરમણતા સન્મુખ ષ્ટિ વાળશે. વિષયવાસનાપાશથી પ્રભુજી! છોડાવો, પરમયાળુ ! દેવ ! દયા દિલ લાવો; અનુભવ–અન્તરદૃષ્ટિની સૃષ્ટિ જગાવજો, પરમાનન્દનું પાત્ર ચેતન મુજ થાવજો. કેવલજ્ઞાનની જ્યેાતિમાં જ્ઞેય અભિન્ન છે, પરદ્રવ્યાક્રિક જ્ઞેયથકી વળી ભિન્ન છે; જ્ઞેયાકારે જ્ઞાન પિરણમે જાણજો, ભિન્નાભિન્નસ્વરૂપ અનેકાંત આણજો. જ્ઞેયાપેક્ષે જ્ઞાન અનન્તુ જિન કહે, જ્ઞેયની પાસે જ્ઞાન ગયાવણુ સહુ લહે; દર્પણ ક્યાંઇ ન જાય દર્પણમાં સમાય છે, તૈયાકારી ભાવા એ દૃષ્ટાંત ન્યાય છે. દૂરવર્તી જે જ્ઞેય જ્ઞાનમાંહિ ભાસતા, જ્ઞાન અચિન્ત્યસ્વભાવ હૃદયમાં આવતા; જ્ઞેયવિના સહુ જ્ઞાનની શૂન્યતા જાણીએ, ષડ્ દ્રન્ચે પર્યાંય અનન્ત મન આણીએ.
For Private And Personal Use Only
૧