________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माणसा
आभात्युत्तमधर्मतत्त्वकलिता सत्कर्मकाराधना, ___ सत्पुण्योपचयेन शुद्धतपनं कुर्वन्ति शुद्धिप्रियाः। सद्धर्माधवनिदेशना च रुचिरा पुण्यार्थिनां पुण्यदा, तत्सर्वं हि सुधोपमं स्मृतमिदं सत्साधुसंचारतः ॥ १७ ॥
જે નગરમાં અતિ ઉત્તમ ધાર્મિક તત્ત્વ સહિત સત્ કર્મની આરાધના, શુદ્ધ આત્મ ઉપાસકેએ સત્ પુણ્યની વૃદ્ધિવડે આચરેલી શુદ્ધ તપશ્ચર્યા અને ધર્મ માર્ગે દોરનારી ધમાંથી જનેને પુણ્યદાયક મનેહર ધર્મદેશના–ઉપદેશ પ્રવર્તે છે તે સર્વ ખરેખર સાધુ–સત્ પુરૂષના સંચારથી સાક્ષાત્ અમૃત સમાન દીપી રહ્યું છે. ૧૭.
राजत्येतद्विविधविभवैः सेव्यमानं धनाढ्यैः,
श्रेणीबद्धरुचितरसदैर्धाजमानं रसालैः । हारूढाऽक्षुभितमनुजैश्चिन्त्यते यत्र तत्त्वं,
तत्त्वोपेता विशदमहसो निश्चलाः संवसन्ति ॥ १८ ॥ વળી અનેક વૈભવશાલી ધનવંત જનોથી ભરપુર અને અભુતસ્વાદિષ્ટ રસદાયક શ્રેણુબંધ આમ્રવૃક્ષની ઘટાઓથી પર્યત ભાગ જેના દીપી રહ્યા છે એવું એ નગર શેભી રહ્યું છે. વળી જે નગરની અંદર હવેલીઓની ઉપર આરૂઢ થયેલા આનંદ પામતા પુરૂ ધર્મ તત્ત્વનું ચિંતન કરે છે, તેમજ તે નગરની અંદર તસ્વાર્થ માં મગ્ન થયેલા, શુદ્ધ તેજસ્વી અને નિશ્ચલમનવાળા પુરૂષો નિવાસ કરે છે. ૧૮. श्रद्धाक्रान्ताऽखिलजनततिनैवविद्विष्टभावा,
शुद्धस्वान्ताऽवनिपतिरतिं बिभ्रती तद्गुणज्ञा । संपत्तीनां समुदयवती धाम विश्रामहेतुः,
सद्विद्याभिविनयवशतो भ्राजते भ्राजमाना ॥१९॥ - જે નગરમાં પરમ શ્રદ્ધાલુ, શુદ્ધ અંત:કરણ છે જેનું એવા મૂપતિ ઉપર પ્રેમને ધારણ કરનાર અને તેમના ગુણેને જાણનાર
For Private And Personal Use Only