________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેભનનું ગૃહસ્થ કુટુંબ.
બીજો ઉલ્લેખ “ પ્રબંધચિંતામણિ માં છે, તેમાં શોભનના ગુરુ શ્રી વર્ધમાનસૂરિ લખ્યા છે, અને ત્રીજે ઉલ્લેખ “સમ્યકત્વ સમિતિ ટીકાનો છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ જણાવ્યા છે.
એ વાત તે નકકી છે કે –શેભનના સમયમાં શ્રી વર્ધમાનસૂરિ વિદ્યમાન હતા, તેઓ ઉદ્યોતનસૂરિના ઉત્તરાધિકારી તરીકે ભગવાન મહાવીરની ૩૯ મી માટે બેઠા હતા, અને તેમના જ શિષ્ય જિનેશ્વરસૂરિ ૪૦ મી પાટે થયા એમ
જૂની પટ્ટાવલીઓથી જણાય છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગણના તો ન જ કરી શકીએ તેથી એમ કલ્પના થાય છે કે, શ્રી વર્ધમાનસૂરિ સાથે પણ સર્વદેવને પહેલાં સંબંધ જોડાયે હશે ? સર્વદેવ સાધુભક્ત હતા એટલે તે આચાર્યથી પણ કંઈક લાભ મેળવ્યું હશે? અને મહેદ્રસૂરિનો પાછલથી સંબંધ જોડાઈ વચ્ચે હશે. અથવા વર્ધમાનસૂરિ પાસે શોભનમુનિએ થોડું ઘણું અધ્યયન કર્યું હશે તેથી વર્ધમાનસૂરિના ઉલ્લેખમાં કાંઈક સત્યતા જણાય છે. જ્યારે વર્ધમાનસૂરિનો ઉલ્લેખ શકય લાગે છે તે તેમના શિષ્ય જિનેશ્વરસૂરિને ઉલ્લેખ ગુરુના સંબંધથી પાછળના ગ્રંથમાં થવો સંભવિત છે. ઘણા ગ્રંથકારો આવી ભૂલ સહેજે કરી બેસે છે એટલે સમ્યકત્વ સપ્તતિકા” નો ઉલ્લેખ તેવો જ હશે ?” એ બધું વિચાતાં શોભનના દીક્ષાગુરુ તો મહેન્દ્રસૂરિ જ હોવા જોઈએ એમ મહારી કલ્પના છે. મતલબ કે તિલકમંજરીનો સંવાદ હોવાથી અને પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ વિગેરેથી વધુ પ્રામાણિક તથા જૂનું હોવાથી શુભનમુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે યોગ્ય છે.
૧ જુઓ “વતરછાવસિંઘરુ' પૃ. ૨૦ (શ્રીજિનવિજયજીસંપાદિત).
For Private And Personal Use Only