________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
છે કે “પરમાર વંશીય મુંજ' ઉજજૈનમાં રાજધાની રાખી માળવાનું રાજ્ય કરતો હતો, તેના ઉત્તરાધિકારી
જે પણ ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણ ગુજરાત તરફના રાજાઓના આક્રમણે તે વખતે અવારનવાર થયાં કરતાં, તેથી કદાચ ગુજરાતથી દાહોદ, ગોધરા રાજગઢ, ધારાના રસ્તે થઈ ગુજરાતના રાજા માળવા ઉપર ચઢાઈ કરી આવે ? એવી આશંકાથી ભેજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દફતર ત્યાં આણ્યાં હોય? એટલે ધારાનગરીને રાજધાની જેવી કરી ત્યાં વધુ વખત ભેજ રહેવા લાગ્યું. તે પછીના ઉલ્લેખોમાં ભેજ ધારાધીશ, ધારાપતિ તરીકે ઓળખાય છે.
જ્યારે રાજા ભેજ ઉજજેનથી ધારા રહેવા ગયે તે તેના આશ્રિત પંડિતોએ પણ ત્યાં જ (ધારામાં રહેવું જોઈએ એટલે ધનપાલ, શેભનના પિતા પહેલાં ઉજજૈન રહેતા હશે? અને પાછળથી રાજા ભેજની સાથે પોતાના પુત્રો ધનપાલ અને શોભનને લઈને ધારામાં રહેવા ગયા હશે એ હિસાબે ઉજજૈન અને ધારા બન્ને નગરીમાં ધનપાળ તથા શેભન રહ્યા હતા એમ માનવામાં કશો બાધ નથી. મારા આ મતથી પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ વિગેરે ગ્રંથના ઉલ્લેખોને સમન્વય થઈ
૧ જુઓ પ્રબંધચિંતામણિને ભેજભીમ પ્રબંધ.
૨ જુઓ સરસ્વતી કંઠાભરણની પ્રતાવના તથા તિલકમંજરીની પ્રસ્તાવના. ભેજને રાજ્યકાલ વિક્રમ સં. ૧૦૬૭ થી ૧૧૧૧ છે. - ૩ ભોજની રાજધાની ધારા (ધાર)માં થઈ હતી તે વિષે શાંતિસૂરિ ચરિત્ર, મહેન્દ્રસૂરિ ચરિત્ર, સૂરાચાર્યચરિત્ર, અભયદેવસૂરિ ચરિત્ર, બિહણ કવિનું વિક્રમાંક દેવચરિત્ર, ભેજભીમ પ્રબંધ, પાઈઅલચ્છીનામમાળા, સરસ્વતી કંઠાભરણ, પ્રમેયકમલમાર્તડની પ્રસ્તાવના, રાજવંશાવલી અને હિંદુસ્તાની સૈમાસિક વિગેરે ગ્રંથો જેવા વિસ્તારની ભીતિથી હું અહીં વધુ વિચાર કરતો નથી, તથા તે તે ગ્રંથના પાઠો આપતો નથી.
For Private And Personal Use Only