________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના નિશ્ચયથી ડગી શકતા નથી. રાવ બહાદૂર થવામાં, જે. પી. થવામાં તથા બીજા ઇલકાબો મેળવવામાં તથા રાજ્યાધિકારીઓને પાણી આપવામાં તથા સારાં સારાં ગૃહે બંધાવવામાં તથા લૂગડાં, ખાનપાન, ફરનીચર તથા બેરીએાને સુધરેલી ઢબ પ્રમાણે શણગારવામાં જ્યાં લખલૂટ ખર્ચ થાય છે તેના સામું જોતા નથી અને આવી બાબતેમાં નકામી ચર્ચા કરે તે કઈ રીતે
ગ્ય ન ગણાય એમ તેઓ જે મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારશે તે તેઓને કંઈક પણ સત્ય સમજવામાં આવશે.
જૈન શાસ્ત્રમાં સાત ક્ષેત્ર કહેલાં છે. તેમાંથી જે કાલે જે ક્ષેત્રને વધારે પુષ્ટિ કરવાની જરૂર હોય તેની વિશેષ પુષ્ટિ કરવી. હાલમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન અને જીર્ણોદ્ધારની પુષ્ટિ કરવાની ઘણી જરૂર છે. જેનો હશે તે જૈન દેરાસરનું તથા તીર્થોનું રક્ષણ થશે એમ જૈનાચાર્યો, સાધુઓ તથા શ્રાવકે જાણે છે અને દેરાસરની ભક્તિની સાથે શ્રાવક શ્રાવિકાઓને મદદ કરવામાં તથા ગરીબ જેનોને આશ્રય અપાવવામાં આચાર્ય શ્રી વિજયકમળસૂરિ તથા આચા
શ્રી વિજયનેમિસુરિ તથા આચાર્યશ્રી સાગરાનન્દસૂરિ તથા આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિ તથા આચાર્યશ્રી વિજયનીતિસૂરિ, આચાર્ય અજીતસાગરસૂરિ, આચાર્ય વિજયવલ્લભસૂરિ, આચાર્ય વિજય મેઘસૂરિ, આચાર્ય વિજયદાનસૂરિ, આચા
વિજયલબ્ધિસૂરિ, વિજયેન્દ્રસૂરિ, પન્યાસ લલિતવિજયજી, પન્યાસ કેશરવિજયજી વિગેરે સાધુઓ જંગમ તીર્થના ઉદ્ધાર માટે ઘણું લક્ષ્ય રાખે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ માણેકલાલ મનસુખભાઈ તથા શેઠ જીવણચંદ ધરમચંદ, શેઠ લલુભાઈ રાયજી, શેઠ નગીનદાસ કપુરચંદ, શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ વીરચંદ દીપચંદ, શેઠ ગોકળભાઈ મૂળચંદ વિગેરે જેન શેઠીઆઓએ આજ સુધી એ દિશામાં ઘણું ધન વાપર્યું છે અને હજી વાપરે છે. તેમજ દેરાસરમાં સુધારો કરાવે છે ત્યાં પ્રભુ પ્રતિમાની પૂજા કરે છે. તેઓએ દેરાસરે વિગેરેમાં ધન વાપર્યું છે અને હજુ વાપરે છે. પણ જેઓ દેરાસરો વિગેરેની શ્રદ્ધા ધરાવતા નથી તેઓ ભલે એમ.એ, થએલા હોય તો પણ તેઓએ ધનિક થયા બાદ આજ સુધી મહેકટી જાહેર સખાવત કરી નથી. જે દેરાસરો વિગેરેમાં ખરચી શકે છે તે કેળવણીમાં પણ ખરચી શકે છે. દિગમ્બર શેઠ હુકમીચંદજીએ કરોડો રૂપીયા મેળવ્યા છે અને દેરાસરે તથા કેળવણમાં લાખ રૂપીયા ખરચે છે માટે દેરાસર બંધાવવા વિગેરેમાં ખરચ થાય છે એવા કુતર્કવાદને છડી જૈન શાસ્ત્રના આધારે વર્તમાનમાં વિવેક પુર: સર સાત ક્ષેત્રમાં સેવાભકિતથી ધન ખરચવું જોઈએ અને નાસ્તિક ન બનવું જોઈએ એવી અમારી જેન સંઘને નમ્ર વિનંતિ છે, અને સ્થાનકવાસી સંધને પણ બીજી દિશામાં પ્રવૃત્તિ કરવાની સૂચના આપીએ છીએ અને સર્વ પ્રકારના જેનોનું
For Private And Personal Use Only