________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાનકડા ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે. એવી દષ્ટિને ધ્યાનમાં રાખીને જેને અગર જૈનેતરો આ ગ્રંથ વાંચશે તે તેઓને તેમાંથી ઘણા ગુણો લેવાના મળશે અને તેઓ ગૃહસ્થ દશામાં ગૃહસ્થ એગ્ય અને ત્યાગ દશામાં ત્યાગી યોગ્ય જીવન પ્રકટાવી શકશે. આબુજી, તારંગાઇ, કુંભારીયા, પાનસર, ભોયણું, સમેતશિખર, સિદ્ધાચળ, ગિરનાર, પાવાગઢ, હિમાલય વિગેરે સ્થાને પવિત્ર જૈન દેરાસર છે, ત્યાં કુદરતી અપૂર્વ શક્તિ હોય છે અને ત્યાં પ્રભુની પ્રતિમા દ્વારા આત્મિક શાન્તિ પણ મળી શકે છે. જેનોએ જૈન દેરાસરો–મૂર્તિઓ કરાવવામાં અને તે દ્વારા જગતના જીવોને અપૂર્વ શાન્તિ આપવા માટે ખાસ લક્ષ્ય દીધું છે અને તેથી સ્થાપત્ય યા શિલ્પકળાને ઘણી પુષ્ટિ આપી છે અને દેરાશર મારફત કરોડે કારીગર નેકર વિગેરેનું પિષણ કર્યું છે અને તેથી એકંદરે મનુષ્યને દ્રવ્યથી અને ભાવથી ઘણો લાભ મળ્યો છે અને હાલ પણ અન્ય કારીગરેને તેથી ઉત્તેજન મળે છે અને લક્ષમી પણ તેથી ફરતી રહે છે અને પ્રાચીન ધર્મને ઈતિહાસ પણ શૃંખલાબદ્ધ કાયમ રહે છે એમ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ અને શુષ્કજ્ઞાનને સ્થાને ભકિતદ્વારા આ હદય બનાવી શકીએ છીએ અને દેશ, રાજ્ય, કળા, હુન્નર, પ્રજા વિગેરેને વ્યાવહારિક દૃષ્ટિએ પણ દેરાસર વિગેરેથી ઉપયોગી થઈ શકીએ છીએ એમ જેનો અને જેનેતરો ખાસ અનુભવથી અનુભવી શકે છે. પ્રાચીન ઇતિહાસના સ્મરણોમાં મૂર્તિઓ અને મંદિરાએ ઘણો ઉત્તમ ભાગ ભજવ્યો છે અને તેથી આર્યપ્રજા પ્રાચીન ધર્મવાળી છે એમ ઈતિહાસના પાને સિદ્ધ થઈ ચુક્યું છે. દેરાસરો બનાવવાથી પૈસા ખૂટી જાય છે અને નકામા માર્ગે ખરચાય છે એવો મન તે હાલમાં બ્રિટીશ રાજ્ય સ્થપાયા બાદ તથા વેપાર વિગેરેનું નુકશાન થયા બાદ કેટલાક કેળવાએલાઓના હૃદયમાં પ્રગટ થયો છે, પણ અમે તે પ્રશ્નની સાથે સાપેક્ષ દષ્ટિએ કેટલાક અંશે સંમત થઈને કહીએ છીએ કે હાલનાં બીજી બાબતોમાં જેમ ઉપયોગ પડતે પૈસે ખરચાય છે તેમ હાલમાં દેરાસરે મૂર્તિઓમાં પશુ દ્રવ્ય ક્ષેત્ર કાળને અનુસરીને ધન ખરચાવું જોઈએ અને તેને દુરૂપયોગ ન થાય તેવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ઘણું દેરાસરનાં ઠેકાણે ડાં બંધાય, શકિત અનુસારે બંધાય, ઘટે ત્યાં બંધાય, ઉપગે બંધાય એવી રીતે હાલની સ્થિતિમાં પણ વિવેક રાખીને દેરાસર બંધાવવામાં તથા પૂજા વિગેરેમાં વર્તવાથી ઉપરના પ્રશ્નને અવકાશ રહેતો નથી, હાલમાં કેટલાક દેરાસરના નામે સૂગ ધરાવે છે અને ખરચના નકામાં ન્હાનાં કાઢે છે, પણ તેઓને જ્યાં આનંદ હોય છે એવી ગાર્ડન પાટમાં, નાટકમાં, લગ્ન વિવાહ પ્રસંગમાં તથા બીજા સુધારાના અનેક સમેલન પ્રસંગોમાં લાખો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને તેને માટે કંઈ બોલતા નથી અને આવી બાબતોમાં નકામા આક્ષેપ કરે છે, તેથી દ્રઢ શ્રદ્ધાળુ જેને
For Private And Personal Use Only