________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) મૂર્તિપૂજાનું ખંડન કરવું પ્રાયઃ છેડી દીધેલું જણાય છે. ગુજરાત અમે કાઠીયાવાડના સાધુઓ પણ તે સંબંધી ચર્ચાઓમાં હવે ઘણુંખરૂં મન ધારણ કરે છે અને મૂર્તિપૂજા નિષેધની ચર્ચા પણ જાહેરમાં કરતા નથી અને વેતામ્બર મૂર્તિપૂજા માન્યતાધારક જૈન સાધુઓની સાથે પણ હવે હળીમળીને વર્તવા લાગ્યા છે. તે પણ એમજ જણાવે છે કે ગૃહસ્થ જૈન શ્રાવકે મૂર્તિ પૂજા કરે અને મતિ દ્વારા પ્રભુની ભક્તિ કરે તેમાં વિશ્વ નાંખવું તેમાં કાંઈ ફાયદો નથી, તથા એની ચર્ચામાં પણ કંઈ ફાયદે નથી. ગુજરાતના તથા કાઠીયાવાડના ઘણુંખરા મધ્યસ્થ સ્થાનકવાસી શ્રાવકે કે જેઓ ઘણુ કદાગ્રહ રહિત હોય છે તેઓ તે સિદ્ધાચળ “આબુજી મહિનાથ ગિરનાર તારંગાજી, ભેયીજી વિગેરે સ્થળે યાત્રાએ જાય છે અને પ્રભુના ગુણેનું ચિંતવન, પૂજા કરે છે અને તીર્થસ્થાનની સારી હવા અને જળદ્વારા આરોગ્યતાનો લાભ મેળવે છે. કેટલાક સ્થાનકવાસી શ્રીનાગજીસ્વામી આદિ સાધુઓ પણ તીર્થસ્થળામાં જાય છે અને પ્રભુના દર્શનને લાભ મેળવે છે. હાલમાં કેટલાક સ્થાનકવાસી શ્રાવક, પિતાના સાધુઓની કે પોતાના ઉપર જેને ઉપકાર થયેલ છે તેઓની છબીઓ પડાવીને પિતાને ઘેર રાખે છે અને પ્રાત:કાળમાં તેનાં દર્શન વિગેરે કરે છે, તેથી તે દ્વારા તેઓ પોતાના ગુરૂઓની ભકિત કરે છે તેમાં કંઈ અસત્ય નથી. કારણ કે ગુરૂપ્રેમ ગમે તે દ્વારા બહાર પ્રકાશમાં આવે છે અને તે ગુરુની મૂતિ દ્વારા પણ ભકતને સંતોષ આપે છે તે પછી હાલના સાધુએ અને આચાર્યો, પૂજ્ય તથા પૂર્વના મહાન આચાર્યો કરતાં પણ જે અનંત ગણ મહાન છે એવા સર્વજ્ઞ ત્રિભુવન તારણહાર પરમાત્મા તીર્થકરોની છબીઓ પ્રતિમાઓ વિગેરેની પૂજા કરવી, દર્શન કરવા અને તેમની મૂર્તિ છબી પોતાના સામી રાખીને તેમના ગુણોનું ગાન કરવું અને તેમની ભક્તિ કરવી તે તે અનંતગણું મોટું કાર્ય છે અને તેનાથી આત્માની શુદ્ધિ થાય છે. તથા તીર્થકરોના ગુણે પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, પ્રેમ, ઉત્સાહ અને શાર્થ પ્રગટે છે અને પિતાને આત્મા પ્રભુના પથે વળે છે તે સુરો સહેજે વિચારશે તો તેમને સત્ય જણાશે.
પ્રાચીન જૈન તીર્થકરની પ્રતિમાઓથી અને જૈન મંદિરેથી
For Private And Personal Use Only