________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવતું નથી, માટે જેનોએ, તીર્થકરોની મૂતિની ભક્તિની મારફત તેમના ગુણેને મેળવવા માટે ખાસ લક્ષ રાખવું જોઈએ. જૈન આ ચાર્યોમાં મહાધર્મ ધુરંધર શ્રી શય્યભવસૂરિ થયા કે જેમણે દશવૈકા લિક સૂત્ર રચ્યું છે, તે તથા શ્યામાચાર્ય તથા આગમને પુસ્તકારૂઢ કરનાર દેવગિણિ ક્ષમાશ્રમણ તથા કુન્દકુન્દ્રાચાર્ય તથા વાદી સમતભદ્રસૂરિ, નવાંગી વૃત્તિકારશ્રી અભયદેવસૂરિ તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાજ્ઞાની આચાર્યો થઈ ગયા છે તેને મણે કોઈ પણ ઠેકાણે મૂર્તિપૂજાને નિષેધ કર્યો નથી. વેતામ્બર અને દિગબર કેમમાં ઘણા પ્રાચીન કાળથી જૈન દેરાસરો થતાં આવ્યાં છે. તે જોતાં પણ પ્રાચીન કાળમાં કોઈ પણ જૈન આચાર્ય મૂર્તિપૂજાનો નિષેધ કરેલ નથી. ફકત વિકમની સોળમી સદીના મધ્યકાળથી મુસલમાનેનું અનુકરણ કરીને સ્થાનકવાસી લુંપક સાધુએ મૂર્તિપૂજાને નિષેધ કરેલ છે. જે સાધુએ નિષેધ કરેલ હતા તેઓ ઘણ સમર્થ વિદ્વાન સાધુ ન હતા, તેઓ સંસ્કૃતના પણ પૂરા અને ભ્યાસી નહાતા. શ્રી પાયચંદ ગચ્છના શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ આગમે ઉપર જેટલા પૂર્યા હતા તે ટબાની સહાય લઈને તે કાળ પછીના સ્થાનકવાસી સાધુઓએ આગ ઉપર કંઈક ઘાલમેલ કરીને ટબ પૂરવા માંડયા, પણ હાલના મહા વિદ્વાન જેન જેનેતર પંડિતા એવા ટબા. એનું ખાસ પ્રામાણ્ય માનતા નથી. સ્થાનકવાસી સાધુઓમાં કેટલાક પણ હાલ સંસ્કૃત ભાષાના અભ્યાસી થયેલા છે તે પૈકીના જેઓ અમારા સમાગમમાં આવેલા છે તેઓ પણ જૈનશાસ્ત્રોમાં મૂર્તિપૂજા છે, એમ કબુલ કરે છે. આચાર્ય શ્રી આત્મારામજી ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રી અજીતસાગર સૂરિ તથા મુનિરાજ શ્રી વિનય વિજયજી વિગેરે સાધુઓ પહેલાં સ્થાનકવાસી હતા પણ પાછળથી જૈનશાસ્ત્રોમાં મૂર્તિપૂજા છે એવું તેમના વાંચવામાં આવ્યું અને કદાગ્રહ દૂર થયો ત્યારે તેઓએ મૂર્તિપૂજા માન્યતાને સ્વીકારી અને તે સંબંધી તેઓએ ગ્રંથ બનાવ્યા છે તથા લેખો લખ્યા છે. તેથી જેને જાણશે કે તીર્થકર ભગવાનની પ્રતિમાની પૂજા કરવી તે શાઅસિદ્ધ છે અને પૂજા કરવાના અધિકારી શ્રાવકે છે. સ્થાનકવાસી સાધુઓ પૈકી મુનિ પંડિતશ્રી રત્નચંદ્રજી વિગેરેએ જાહેરમાં જૈન
For Private And Personal Use Only