________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫). તે બોલતું ચાલતું નથી છતાં પણ તેને દેખીને જેમ કામરાગ ઉત્પન્ન થાય છે. તેમ જીનેશ્વર ભગવાનની મૂર્તિને દેખીને શાન્ત રસ ઉત્પન્ન થાય છે, કારણ કે ભગવાનની મૂર્તિ-શાંતરસનું કારણ છે. શાંતરસના કારણથી શાંતરસ ઉત્પન થાય છે. શાંતરસની મૂર્તિ સાત રસ ઉત્પન્ન કરે છે અને શૃંગારી મૂતિ શૃંગાર રસને ઉત્પન્ન કરે છે અને તેથીજ શાસ્ત્રમાં લખ્યું છે કે-જેવાં નિમિત્તે કારણું મળે છે તે આત્મા થઈ જાય છે અને તેથી સાધુઓને ભીંતે ચીતરેલી સ્ત્રીની છબી જેવાની પણ મનાઈ કરેલી છે. જીનેશ્વર ભગવાનની મૂર્તિ સાત રસનું કારણ છે તેથી શ્રદ્ધા અને પ્રેમથી ભગવાનની મૂર્તિઓના સામું જ્યારે જ્યારે દેખવામાં આવે છે ત્યારે જીનેશ્વર ભગવાનનું સંપૂર્ણ ચરિત્ર હદય આગળ ખડું થાય છે અને તેમજ ત્યાગી-વૈરાગી એવા મુનિઓની છબી પણ તેઓના ગુણેનું સ્મરણ કરાવે છે તેથી તેવા ગુણે પ્રાપ્ત કરવા માટે પ્રેમી ભક્તાત્માઓ આકર્ષાય છે અને તેઓ કામ ક્રોધાદિ અનેક દેને ટાળવા માટે સમર્થ બને છે, અને આજ કારણથી તીર્થકર ભગવાન. ની પ્રતિમાઓનું પૂજન શાસ્ત્રમાં લખ્યું છે. જેને જેવાં નિમિત્ત કારણે મળે છે તેવા તેના પરિણામ થાય છે. કુસંગત અને સુસં. ગતનું જેવું પરિણામ છે તેવું સર્વ શુભાશુભ નિમિત્તકારનું શુભાશુભ ફળ છે, અને તેથી જૈનશાસ્ત્રોમાં જેનપ્રતિમા પૂજાનું તથા જૈન પ્રતિમાનું સાલંબન યાન જણાવવામાં આવ્યું છે.
એતિહાસિક દષ્ટિએ પણ જૈન પ્રતિમાઓની પ્રાચીનતા સિદ્ધ થાય છે, તક્ષશિલાનાં પ્રાચીન ખડેરેને ખેદતાં તેમાંથી બબ્બે હજાર વર્ષ પહેલાંની બુદ્ધદેવની તથા તીર્થકર ભગવાનની મૂર્તિઓ નીકળે છે. ગેબીનારની પાસે ચોટલા મકનનું રહ્યું છે તેમાંથી પાંચ હજાર વર્ષ પૂર્વેની મૂર્તિ નીકળી છે એમ “સરસ્વતા' માસિકમાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલ પણ તે દેશે તરફ ખેદકામનું કામ ચાલુ છે. તેથી પ્રાચીન મૂર્તિએ નિકળવાને સંભવ છે. મથુરા નગરીમાં એક ઉંચી ટેકરી હતી તેને વાયસરોય હેસ્ટીસે છેદાવી હતી તેમાંથી જેની પ્રાચીન મૂર્તિઓ નીકળી છે,
For Private And Personal Use Only