________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ.
૨૫
wwwwww
૧૧
નાશ થાય છે. તેમજ શરીરમાંથી આભે જતાં શરીરની જેવી દશા થાય છે તેવી જૈન કેમમાંથી ધાર્મિક જ્ઞાન, ધાર્મિક જુ નષ્ટ થતાં દશા થાય છે. માટે ચતુર્વિધ જૈનમે હવે ચાર પ્રકારનાં જેનગુરૂકુલે સ્થાપીને પિતાની ઝાહેઝલાલી પ્રગટાવવી જોઈએ.
साधर्मिकार्थ सर्वस्वार्पणकारकाः જેને ના ગમે તેટલા ફિરકાઓ હોય, ગમે તેટલા ગચ્છા હોય, ગમે તેટલા સંઘાડા હોય, પરંતુ જિનનાં કથિતત્ત્વોને માનનારા જેને એક સરખાં પરસ્પર સમાન ધર્મવાળા બંધુએ છે. જેની નસેનસમાં મહાવીર પ્રભુના ધર્મને જુસ્સો ઉછળે છે, ત્યાં સગાં વહાલાં સંબંધ કરતાં મને સબંધ વિશેષ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. જેને પરસ્પર એકબીજાની સાહાય કરવા માટે સર્વ શક્તિનું સ્વાર્પણ કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુના ધર્મ મુંડા હેઠળ સર્વ જૈનએ સંપીને એકઠા થઈને પરસ્પર એક બીજાના આત્માને માટે પ્રાણાર્પણ કરતાં જરા માત્ર અચકાવું ન જોઈએ. સાધર્મિકો પર આવી પડેલાં દુઃખોને દૂર કરવાં જોઈએ. સાધમિકોને ધનાદિકની સાહાધ્ય કરવી જોઈએ. સાધર્મિકેને આજીવિકા વગેરેનાં સાધનામાં પૂર્ણ મદદ કરવી જોઇએ. સાધમિકોનાં કાર્યો કરવામાં કમેગી બનવું જોઈએ. સાધર્મિકોને ભણાવવામાં તથા વ્યાપાર વગેરેમાં માગેલી મદદ આપવી જોઈએ. પ્રકટ કરતાં સાધર્મિકોને ગુપ્ત રીતે વિશેષ સાહાય આપવી જોઈએ.
क्षेत्रकालानुसारेण ब्राह्मणक्षत्रियवैश्यशूद्र
कर्मभिराजीविकावृत्तिधारकाः જેને ક્ષેત્રકાલાનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચંદ્ર કર્મોવડે આજીવિક વૃત્તિ ધારણ કરનારા બને છે. વિદ્યાવડે શિક્ષક બની, પ્રેફેસર બની આજીવિકા વૃત્તિ ચલાવવી સેવામાં દાખલ થઈ વીર યોદ્ધાને છાજતાં કર્મવડે કુટુંબાદિની આજીવિકા ચલાવવી તે ક્ષાત્રવૃત્તિ ગણાય છે. અનેક પ્રકારની હુન્નરકલા, શિલ્પકલા વગેરે વડે આજીવિકા ચલાવવી, કૃષિકર્મવડે આજીવિકા ચલાવવી તે વૈશ્યવૃત્તિ ગણાય છે. ગાય વગેરેને પાળી આજીવિકા ચલાવવી તે વૈશ્યકર્મવૃત્તિ ગણાય છે. બ્રાહ્મણે, ક્ષત્રિયે, રાજાઓ, વૈો
For Private And Personal Use Only