________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાપનિષદ,
શ્રીજિનદત્તસૂરિએ, રત્નપ્રભસૂરિએ જૈનધર્મ વૃદ્ધિ માટે અસરકારક આત્મભેગ આપ્યો હતે. દરેક જૈને જૈનધર્મને પ્રચાર થાય એવા વિચારે દરરોજ કરવા અને યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. જે મડદાલ માયકાંગલા જેવો છે તે જૈન નામ ધરાવીને દેવગુરૂને લજવે છે. દુનિયામાં જીતનારાઓ જેને હોય છે તેઓ કદાપિ પાછળ પડે જ નહીં. નગુરા અને નગુણ છે તે જૈનધર્મને પ્રચાર થાય એવાં કાર્યોના પ્રતિપક્ષી બને છે અને જૈનધર્મ પ્રચારનાં કાર્યોમાં વિન નાખે છે, પરંતુ જીતનાર જૈને તેઓને ગણકારતા નથી. તેઓ જેનધર્મને પુસ્તકેદ્વારા, ગુરૂદ્વારા પ્રચાર કરે છે અને મરીને સ્વર્ગમાં દેવ બને છે. અન્યધર્મોપર અને અન્ય ધર્મ પાળનારાઓ પર દ્વેષ ધારણ કરવાથી જૈન ધર્મને પ્રચાર થતું નથી, પરંતુ અન્ય ધર્મોનાં જે જે સત્ય છે તેને જૈનધર્મમાં સમાવેશ થાય છે, જૈનધર્મમાં અન્યધર્મનાં સો રહેલાં છે. એવા બોધને સત્ય રીતે પ્રચાર કરવાથી તથા અન્યધર્મીઓના પિતાના આત્માના કરતાં વિશેષ માનીને તેઓના દુઃખમાં ભાગ લેવાથી તથા તેઓને સુખમાં સાહાય આપવા પૂર્વક જૈનતને બોધ દેવાથી તેઓના આત્માઓમાં જૈનધમ ઉતરે છે. પ્રેમ, સાહાધ્ય અને મૈત્રીથી મનુષ્યોના હૃદયમાં જૈનધર્મનાં જીવતાં સત્યોને ઉતારી શકાય છે. કુમારપાળના ઉપર હેમાચાર્યો જે ઉપકાર ન કર્યા હતા તે કુમારપાળ જૈન થાત નહીં. આર્યસુહસ્તિઓ શ્રી સંપતિ રાજાપર ઉપકાર ન કર્યો હોત તે સંપ્રતિરાજા જૈન બનત નહીં. આત્મ સમર્પણ કરીને અન્યને પિતાના ધર્મમાં લઈ શકાય છે. જેનકમમાં આવવાથી આર્થિક લાભ થાય, વિશાલભાવના ખીલે, એકબીજામાં ભેદ ન રહે, પરસ્પરમાં પ્રેમ ખીલી શકે. સુખી થવાના સર્વ ઉપાયની સાહાય મળે તેજ આ કાળમાં જૈનધર્મને પુનરૂદ્ધાર થાય. જૈનધર્મની જીવતી મૂર્તિ બન્યા વિના જૈનધર્મને પ્રચાર કરી શકાતો નથી. શુષ્ક વાતો કરવા માત્રથી કંઈ વળતું નથી. ત્યારે પ્રકારની વર્ણનાં ગુણકર્મોની જેમાં અસ્તિતા નથી તે ધર્મ દુનિયામાં જીવી શક્તિ નથી. હાલમાં ચાલતા જૈન ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે પ્રકારની વર્ણ નથી તેથી જૈનધર્મ દુનિયામાં જીવી શકશે કે કેમ ? તેની શંકા છે, પરંતુ એકવીશ હજાર વર્ષ પૂર્યત દુનિયામાં જૈનેનું જોર પ્રવર્તવાનું છે અને તે માટે જ જૈનધર્મપ્રચારના ઉપાયને દેવતાઓ સુજાડે છે, આત્માની શુદ્ધબુદ્ધિમાં તેનો પ્રતિભાસ થાય છે, માટે જેનધર્મને પ્રચાર કરવા માટે ચાર વર્ણમાં જૈનધર્મ જીવતા રહે એવા ઉપાયો આદરવા. જૈનધર્મમાંથી ભ્રષ્ટ થયેલ
For Private And Personal Use Only