________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
રત્નાકરસૂરિ
પૈસો એ સેંકડો દેના મૂળરૂપ જાળવાળે છે. પૂર્વ ઋષિઓએ તેને આથી ત્યજેલે છે. આ અનર્થકારી પસાને જે પાસે રાખે છે તે શા માટે ફેગટ તપ કરે છે?’
સુધને કહ્યું “મહારાજ! આપ સાચું કહે છે પણ આ અર્થ બરાબર બેસતું નથી.”
સુધી તે જ ઉપાશ્રયે ત્રણ વખત આવનાર શ્રાવક હતે- સુધનને અર્થ ન બેસે તે રત્નાકરસૂરિને પાલવતું ન હતું તેથી તેમણે એ ગાથાને આડાઅવળે સંબંધ જોડી બીજો અર્થ કર્યો. આ અર્થમાં પણ સુધન કહે “અર્થ બરાઅર છે પણ હૃદયમાં ઉતરતો નથી. જે શાસ્ત્રવચન સાંભળી અને સમજી અલાદ ન થાય તે શા કામનું ?'
વિદ્વાન સૂરિએ સુધનને આમ એક પછી એક ભિન્ન ભિન્ન અર્થ કરી છ મહિના સમજાવ્યું પણ સુધન તો રેજની રીત મુજબ માથું ધુણાવતે. સુધન બુદ્ધિશાળી અને શાણે શ્રાવક હતે, તે કાંઈ જડભરત ન હતો કે જેથી ગુરૂમહારાજ તેને એમ કહી દે કે તારામાં અક્કલ નથી એટલે બેસતો નથી.
(૪) બરાબર મધ્યરાત્રિ હતી. ચારે બાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. મેગી અને ભગી સૌ નિદ્રાધીન હતા. તે વખતે રાયખંડવડલીના ઉપાશ્રયમાં રત્નાકરસૂરિ મહારાજ આમથી તેમ સંથારામાં પડખાં ફેરવતા હતા અને મનમાં વિતા સૂકા ગાથાના એક પછી એક ભિન્ન ભિન્ન અર્થ કરતા હતા. અને સાથે સાથે વિચારતા હતા કે સુધન શાણે અને
For Private And Personal Use Only