________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
માનદેવસૂરિ માનદેવ મુનિ ગુરુ મહારાજના કહેવા પ્રમાણે ક્રિયા કરતા હતા. સાધુઓએ અને સાધ્વીઓએ વાસક્ષેપની મુઠ્ઠીઓ તૈયાર કરી. પ્રદ્યોતનસૂરિ સામે નજર નાંખી. પ્રદ્યોતનસૂરિ મંત્રોચ્ચાર બેલ્યા પણ આચાર્યપદને વાસક્ષેપ નાંખતાં તેમની નજર માનદેવ મુનિના ખભા ઉપર એકાએક પડી. અને તેમને હાથ ખચકાય. એક ખભા ઉપર તેમણે સાક્ષાત્ લક્ષ્મીને દેખ્યાં અને બીજા ખભા ઉપર સાક્ષાત સરસ્વતીને દેખ્યાં. આ દેખતાં સૂરિવર વિચારમાં પડયા કે “સરસ્વતીનું પ્રાબલ્ય હશે ત્યાં સુધી તે આ મહા વિદ્વાન્ થશે પણ કદાચ લક્ષ્મીનું પ્રાબલ્ય વધ્યું તો તેનું અને સંઘનું શું થાય?” આચાર્ય માનદેવ મુનિએ ડીવાર તે મસ્તક નીચું રાખ્યું પણ તેમના ઉપર આચાર્ય પદને વાસક્ષેપ ન પડતાં સહેજ માથું ઉંચું કર્યું તે ગુરુને ખુબ વિચારમગ્ન દેખ્યા.
માનદેવ મુનિ સમજી ગયા કે ગુરુને મારા ખભા ઉપરનાં લક્ષમી સરસ્વતીના ચિન્હ જોઈ મુઝવણ થઈ છે કે હું આચાર્યપદ બરાબર દીપાવીશ કે નહિ તેમજ જે પાટ ઉપર મેટામાં મોટા આચાર્ય ભગવંતો આવ્યા છે તેને હું વફાદાર રહી શકીશ કે નહિ” ગુરુને તેમણે કહ્યું “ભગવંત! મને જીંદગી સુધીના છવિગઈના ત્યાગને નિયમ આપો કેમકે જે સ્થાન ઉપર મને મુકવામાં આવે છે તે સ્થાન તપ વિના શોભતું નથી?
ગુરુની મુઝવણને ઉકેલ થઈ ગયે. તેમણે તેમને નિયમ આપ્યા અને સાથેજ આચાર્ય મહારાજે આચાર્ય પદને વાસક્ષેપ પણ નાંખે. સાધુઓએ સાધ્વીઓએ અને સંઘે વાસક્ષેપથી નૂતન સૂરિને વધાવ્યા.
For Private And Personal Use Only