________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૦૪ ચાર નિયમ
યાને વંકચૂલની સ્થા
(૧) વંકચૂલનું મૂળ નામ તે પુપશૂલ હતું. પણ આ પુષ્પચૂલ લેકોને રંજાડ અને અનેક વાંકાં કામ કરતો તેથી તેનું નામ વંકચૂલ પડ્યું. આ વંકચૂલ ઢીંપુરી નગરીના રાજા વિમલયશને પુત્ર હતું. એને એક પુષ્પચૂલા નામની બેન પણ હતી. આ ભાઈ બહેનને એકબીજા ઉપર ખુબ લાગણી હતી.
એકવખત રાજદરબારે નગરના આગેવાને આવ્યા અને બોલ્યા “મહારાજ ! કેઈ સામાન્ય માણસને છોકરો હોય તે તો એને કાંઈ ઠપકો પણ અપાય અને કાંઈ શિક્ષા પણ થાય. આ તે રાજકુમાર પુષ્પચૂલ છે. રોજ રંજાડ કરે તે કઈ રીતે સહન થાય. અમારાથી રહેવાયું ત્યાં સુધી હયું પણ હવે અમે ખુબ ત્રાસ્યા ત્યારે આપની આગળ ફરીયાદ કરીએ છીએ.
રાજાએ નગરના લોકોને એગ્ય કરવાનું કહી રજા આપી તુત પુષ્પચૂલને બોલાવ્યો અને કહ્યું “પુષ્પચૂલ! તારી ફરીયાદ રોજ રોજ વધતી જાય છે. તારું નામ પુષ્પચૂલ છતાં તારાં જ વાંકા કામને લઈ તું આજે વંકચૂલ તરીકે ઓળખાય છે. રાજાએ પ્રજાના રક્ષણની આડે આવનાર કેઈપણ હોય
For Private And Personal Use Only