________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંકચૂલની કથા
૩૩ તેને શિક્ષા કરવી જોઈએ તેમાં પુત્ર કે બીજે કઈ ભેદ ન ચાલે. મેં તને ઘણી વખત સમજાવ્યા છતાં તું નથી માનતે હવે તારે સારી રીતે વર્તવું હોય તે અહિં રહે નહિતર મારા નગરમાં તું ન જોઈએ. હું પુત્ર વિના ચલાવી લઈશ. પણ રાજ્યની આબરૂ ધૂળમાં નહિ મળવા દઉં.”
વંકચૂલ મુંગે મેઢે આ બધું સાંભળી રહ્યો. પણ પછી ડાજ વખતમાં તેણે ઢીપુરી નગરીને છોડવાની તૈયારી કરી. વંકચૂલની પાછળ તેની નાની વન અને તેની સ્ત્રી પણ જવા તૈયાર થયાં. રાજા વિમલશે મન કાઠું કર્યું અને વંકચૂલની પાછળ જેને જવું હતું તે બધાને જવા દીધાં.
(૨) વંકચૂલ રાજપુત્ર હતે, ધનુર્ધારી હતા અને પરાક્રમી હતે. તે એક લુંટારાની ટેળીમાં ભળે અને થોડા દીવસમાં તે તે લુંટારાઓને આગેવાન થયો. તેણે એક સિંહગુહા નામની પહેલીમાં તેનું નાનું સરખું રાજ્ય પણ જમાવ્યું.
એક વખત એક આચાર્ય મહારાજ વિહાર કરતા કરતા જંગલમાં અટવાઈ ગયા. તેમાં ચોમાસાને દીવસ નજીક આવ્યું. સાધુ મુનિરાજથી ચોમાસામાં વિહાર થાય નહિં તેથી તેઓ આ સિંહગુહા પલ્લીમાં આવ્યા અને વંકચૂલ પાસે તેમણે ચાતુર્માસ રહેવા માટે જગ્યાની માગણી કરી.
વંકચૂલે કહ્યું “મહારાજ ! અહિં જગ્યાને ટેટ નથી પણ અમારો ધંધે ચોરીને અને તે સાથે બધાય પાપ વ્યાપારને છે. તમે અહિં રહો અને અમારા માણસોને ધમ ઉપદેશ આપી બધાના મન ફેરવે તે મારી પલ્લી ભાંગી પડે. હું
For Private And Personal Use Only