________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહુબલિ
-
૫
આ શબ્દ ઉચ્ચારી બ્રાહ્મી અને સુંદરી સાધ્વી તેમના ઉગ્ર તપને અનુમોદન આપતી ચાલી ગઈ. બાહુબંલિના મનમાં વિચાર આવ્યું કે “હું અરણ્યમાં ૬ અહિં કેઈ હાથી નથી. ભગવંતના વચનમાં પણ ફેરફાર ન હોય. ક્ષણમાં તેને સમજાયું કે ભગવાન મારા ઉપકારી છે મને જણાવે છે કે “નાનાભાઈને ન વાંદવારૂપ અભિમાન હાથીથી હઠે ઉતર.” હું ભૂલ્ય. મેટે હું કે તે ભાઈએ. તેમણે પહેલાં રાજ્યાદ્ધિ છેડી. પહેલાં પિતાની સેવા સ્વીકારી. પહેલાં તપ ધ્યાન તખ્યા. પહેલાં દીક્ષા લીધી અને પહેલાં જ્ઞાન પામ્યા. હું ત્યાં જાઉં અને તેમને વંદન કરું અને મારા આત્માને કૃતકૃત્ય બનાવું. આમ બેલી તેમણે પગ ઉપાડે. “હું કેમ નમું 'ની ભાવના હૃદયમાંથી દૂર કરી અને પગ ઉપાડતાંજ તે રણભૂમિમાં કેવળજ્ઞાન પ્રગટયું. પરમાત્મા ઋષભદેવ પાસે આવી પ્રદક્ષિણા દઈ ભગવાનને નમસ્કાર કરી બાહુબલિ કેવલિ પર્ષદામાં બેઠા.
બાહુબલિ આ પછી ઘણું વર્ષ પૃથ્વીમાં વિચર્યા અને અંતે નિર્વાણ પામ્યા. ગમે તેટલું તપ કરો ગમે તેટલું ધ્યાન ધરો પણ મનમાંથી જ્યાં સુધી “હું કેમ નમું”નું માન ન ખસે ત્યાં સુધી કલ્યાણ ન થાય તે વસ્તુ બાહુબલિનું જીવન આજે પણ બંધ આપી રહ્યું છે.
(લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ)
For Private And Personal Use Only