________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪.
કથાસાગર
ઉઠયા કે “બાંધવ! બાહુબલિ, તું બળવાન અને દયાળુ છે. હું નિબંધ અને નિર્દય છું, હું વિવેક ચુકે, તે વિવેક સાચ. તું ગણના યોગ્ય પુરુષમાં ગયે. હું કષાયથી ભાન ભૂલેલા માણસની ગણતરીમાં ગણઈશ. બાંધવા મારા અપરાધને ક્ષમા કરે.” બાહુબલિ મૌન હતા. ભરત મહારાજાએ બાહુબલિની સ્તુતિ કરી તેમના રાજ્યપર બાહુબલિના પુત્ર સમયશાને સ્થાપી શેક સહિત પિતાને સ્થાને ગયા.
( ૭ ) એકચિત્તે નિશ્ચળ મેરૂસમાન ઊંડું આત્મરક્ષણ કરતાં બાહુબલિને દીવસો ઉપર દીવસે પસાર થયા, શિયાળો ઉનાળો પસાર થઈ ચોમાસું બેઠયું. તેમના શરીરને લાકડાનું થડ માની આસપાસ લતાઓ વીંટાઈ. પક્ષીઓએ તેમાં માળા કર્યા પણ દેહધારી બાહુબલિ અચેતન ઠુંઠાની પેઠે સ્થિર રહ્યા. ઉગ્રતપ ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણ કર્યા છતાં “કેવળજ્ઞાન પ્રગટ થયા પછી હું પિતા પાસે જાઉં જેથી મારે વંદન કરવું ન પડે તે રૂપ “હું કેમ નમું'ની ભાવના નિવૃત્ત ન થઈ ત્યાં સુધી કેવળજ્ઞાન નજ પ્રગટયું.
એક વખતે ભગવાનના કહેવાથી બ્રાહ્મી અને સુંદરી જ્યાં બાહુબળિ હતા ત્યાં આવી કહેવા લાગી કે
વીર ગજ થકી હેઠા ઊતરે, ગજ ચડે કેવળ ન હેય. વીરા મેરા રે.
હે બાંધવ! ભગવંત કહે છે કે હાથી ઉપરથી હેઠા ઉતરે કેમકે હાથીએ ચડેલાને કેવળજ્ઞાન પ્રગટતું નથી.”
For Private And Personal Use Only