________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩%
કથાસાગર
જવાબ આ૫ આ બધી હિંસાની જવાબદારી તારી કે તારા ભક્તોની છે? રાજાની બૂમો વચ્ચે આકાશમાંથી પુષ્ય વૃષ્ટિ થઈ અને તુર્તજ દેવીની પ્રતિમામાંથી કઈ બેઠેલ ઉભું થાય તેમ દુકળથી સુશોભિત દેવી પ્રગટ થઈ અને તે સૌ પ્રથમ મુનિને નમી બેલી. “રાજા ! હિંસા કે દીવસ કલ્યાણ કરનાર નથી. હિંસા આત્મીય કલ્યાણ કે દુન્યવી કલ્યાણ કરનાર નથી. રાજા! મુનિની વાણીએ તને પ્રતિબંધ કર્યો છે એટલું જ નહિ પણ મને પણ તેણે પ્રતિબંધ કર્યો છે. દેવી લેકે તરફ દૃષ્ટિ કરી બેલી. “લેકે! મને તમે પૂજતા હે, મારા ભક્ત છે તે હું તમને કહું છું કે જીવહિંસાથી અટકે. રાજા ! સુદત્ત મુનિને ઉપદેશને તું અનુસર. તેને અનુસરી રાજ્ય પાલન કર. હું ધમની રખેવાળ રહીશ અને તને ધર્મકરણીમાં હું મદદ કરીશ. તારા રાજ્યમાં માગ્યા મેઘ વરસશે. તારે કઈ શત્રુ નહિ રહે. જે તું દુર રાજા ગણતું હતું તે તું ધમ ગણાઈશ.’
દેવી મુનિને નમી અંતર્ધાન થઈ.
મારિદત્ત જીવહિંસાને ત્યાગ કર્યો. અને શ્રાવક ધર્મની માગણી કરી. મુનિ તેને સુદત્ત મુનિ પાસે લઈ ગયા. ત્યાં જઈ તેણે અને જયાવલી બન્નેએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
મારિદત્ત રાજા ધાર્મિક બન્યા. નગરની બહારનું ઉદ્યાન બલિદાનની ભૂમિને બદલે સૌમ્ય અને સાત્વિક દેવીનું ગૃહ થયું. રાજપુર નગર એ અહિંસક નગર તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
સુદર મુનિએ રાજપુર નગરમાં થોડા દીવસ સ્થિરતા કરી પછી અનેક જીવને પ્રતિબંધ કરતા કલ્યાણ સાધી મુક્તિએ
For Private And Personal Use Only