________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાધર ચરિત્ર
(૩૭૭
અમને તારી સામે કુંડમાં હેમાવા હાજર કર્યા. રાજન ! આ અમારું સ્વરૂપ છે. અને એક લેટના કુકડાને મારવા માત્રથી અમે આટલા ભવ કરી દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું છે તે હજારે જીવને પ્રત્યક્ષ હણનાર તારું શું થશે? તે તારી જાતેજ તું વિચાર”
અભયરુચિ મુનિવરે પિતાની આત્મકથા પુરી કરી રાજા સામું જોયું ત્યારે રાજા મારિદત્ત મૂછ ખાઈ જમીન ઉપર પડયે હતે. સેવકેએ તેને શીતપચાર કર્યો એટલે તે બેઠે થઈ બેલ્યો “ભગવંત ! મારે અવિનય માફ કરે. હું ગુણ ધર રાજર્ષિ અહિં કયારે પધારે તે કયારને જંખી રહ્યો હતો તે મારા રાજ્યમાં પધાર્યા છે તેને મને અત્યારે તમેજ ખ્યાલ આપે છે. તેમને આદર સત્કાર કરવાને બદલે તેમનાજ શિષ્યને મેં બાંધી મંગાવ્યા. હું શું મૂખે હવે તેમની પાસે જઈશ. મુનિ ! જયાવલી મારી સગી બેન થાય. ગુણધર રાજા મારા બનેવી અને તમે બને મારા ભાણેજ થાઓ.
મહર્ષિહું સાવ ભાન ભૂલ્યા. દેવી ભક્તોથી હું હિંસાને માર્ગે વળે. મેં કઈ જીવોની હિંસા કરી. મદિરાથી બુદ્ધિને ભ્રષ્ટ કરી. સેવકે ઉભા થાઓ. આ મદિરાના ઘડા ફેડી નાખે. પાંજરા ઉઘાડી પક્ષિઓને છોડી મુકે. આ બિચારા રાંકડા પશુઓને ખીલાથી છૂટાં મુકો. દેવીભક્તો ! ભેળા લેકને ભમાવી હિંસા કરાવવાનું છોડે અને તમે પણ હિંસા કરવાનું છોડે. રાજા ઉભે થયેલ અને દેવીની મૂર્તિ સામે જઈ બોલ્યા. “દેવી ! જીવહિંસાથી શું તું પ્રસન્ન થાય છે? તારા નામે આ બધી હિંસા ચાલે છે તેમાં શું હું રાજી છે?
For Private And Personal Use Only