________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
કથાસાગર
મારિદત્ત! પ્રજાજનેએ આંસુ સાર્યા. પક્ષિઓએ ચણ ચણવું છેડયું. પવન સ્થિર થયે. આ બધા વચ્ચે અમે ત્રણે સુદત્ત મુનિ પાસે પરમેશ્વરી દીક્ષા સ્વીકારી. અને રાજ્ય વિજયધર્મ નામના રાજાના ભાણેજને ભળાવી અમે ત્રણે જણે પાપને તિલાંજલિ આપી.
પાંચ મણના વજનની ગુણ ઉપાડનાર મજુર ગુણને દૂર કરી જેમ હલકે થાય તેમ અમે સંસાર તળે એટલે ફરાકુલ હલકા થયા.
આ પછી અમે સુદત્ત મુનિ ભગવંતને કહ્યું “ભગવંત! નયનાવલી હજી જીવતી છે. તેનું આયુષ્ય તેના હાથમાં છે તે તેને પ્રતિબોધ કરી આપ નિતાર ન કરી શકે ?” | મુનિએ કહ્યું “નયનાવલીએ ત્રીજી નરકનું આયુષ્ય બાંધી લીધું છે તેને ધર્મોપદેશ હાલ પરિણત થાય તેવી તેની ગ્યતા નથી. તેથી તેની દયા ચિંતવ્યા સિવાય બીજે માર્ગજ નથી.”
મારિદસ્ત! અમે ઉજજયિનીને સીમાડે છે. સુદત્ત મુનિ ભગવંત સુધર્મા સ્વામી ગુણધર ભગવતના શિષ્ય છે તેમની પાસે ગુણધર રાજર્ષિ ભગવંત જે મારા પિતા છે તેમને હું શિષ્ય છું. અને આ સાધ્વી તે સગી મારી બહેન છે. મારું નામ અભયરૂચિ અને તેનું નામ અભયમતી છે. અમારે અઠ્ઠમનું પારાણું હતું. આ પારણા માટે હું પણ ગેચરીએ નીકળે હતું અને તે પણ ગોચરીએ નીકળ્યાં હતાં તારા રાજસેવકે અમને બત્રીસ લક્ષણ ધારી પકડી લાવ્યા અને તેમણે અહિં
For Private And Personal Use Only