________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાધર ચરિત્ર
(૩૭૫
કરતાં પણ મહાભયંકર છું. હું નામે ગુણધર છું પણ અવગુણને ભંડાર છું. મેં મારા પિતાને અને પિતામહીને મારે સગે હાથે ઘણીવાર વધ કર્યો છે, તેમને રંજાડયા છે, તેમનું માંસ ખાનારે નરભક્ષક ચંડાલ માનવી છું. જગતમાં જેવી માતા હોય તે તેને પુત્ર હોય. મારી માતાએ પોતાના દયાળુ રાજવી પતિને હણ્યા તે તેને પુત્ર હું પિતૃઘાતક હેઉ તેમાં શું આશ્ચર્ય ? લેકે! મને “ચીરંજીવ.” કહી ન બેલા કહે કે જલદી દુનીયા ઉપરથી તમારો ભાર ઓછો કરે. હું દુનીયાને પાલક નથી પણ દુનીયામાં ભારરૂપ છું. સ્ત્રીઓ ! તમે દૂર ખસે. હું હવે મેહપાશમાં લપટાવા માગતું નથી. હું કલ્યાણ સાધું છું. તમને ઠીક લાગે તે કરે. મેં મેહમત્ત બની આજસુધી તમારા જે અપરાધ કર્યા હોય તે અપરાધ ક્ષમજે. હું તમારે અપરાધ ક્ષમું છું. મારે રાજ્યની અપ નથી. નગરવાસીઓ! હું તમારો રાજા રહેવા યોગ્ય નથી. મારૂં મુખ જેવું તે પણ પાપ છે તે પછી મારે તમારે રાજા બની શા માટે નમન કરાવવું? પુત્ર! તારું કલ્યાણ થાઓ. નગરવાસીઓ! તમે પણ શાન્તિ પામે. હું ગુરુના ચરણે લયલીન બનું છું. અને મારું કઈ પણ રીતે કલ્યાણ થાય તે તેમના શરણે જઈ કલ્યાણ કરવા ઈચ્છું છું.
અમે આમાં બહુ ન સમજ્ય પણ પછી બધી વાત અહંદત કહી એટલે તે વાત સાંભળી અમને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. જેવી રાજાની સ્થિતિ હતી તેવી અમારી પણ સ્થિતિ થઈ. ઘડી પહેલાં એક માત્ર રાજા અપરાધી સમાન બની આંખમાં આંસુ સારતે હતું તે હવે અમે ત્રણે જણ આંસુ સારવા લાગ્યાં.
For Private And Personal Use Only