________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયાર
મુનિએ કહ્યું “રાજન તડકે ગમે તેવા કાદવને શુકાવી નાંખે છે. તેમ તપ અને સંયમ ગમે તેવા ઘેર કુકમને પણ બાળી નાખે છે. આકરાં પાપના નાશ માટે આકરાં તપ અને ઉગ્ર સંયમ એજ સમર્થ છે.”
(૫) મારિદત્ત ! બસ એજ વખતે ગુણધર રાજાએ પોતાના સેવકને અમને બોલાવવા નગરમાં મેકયા.
સેવકેએ અમને ખબર આપ્યા કે રાજા તમને નગર બહાર ઉદ્યાનમાં તુર્તા બેલાવે છે. હું અને મારી બેન નહિ પણ અમારી સાથે અંતઃપુરની રાણીઓ, દાસીઓ, સામતે મંત્રીઓ સાથીદારો અને નગરના અનેક લેકે દેડતા જ્યાં રાજા અને મુનિ હતા ત્યાં આવ્યા. આખુ નગર ખાલી થઈ ગયું.
અમે ગુણધર રાજા પાસે આવ્યા ત્યારે તે મુનિના પગમાં માથું નાંખી પડયા હતા. તેમની આંખમાં આંસુની ધારા સતત વહેતી હતી. તેમનું મુખ એકદમ પડી ગયેલું હતું. અનાથ અશરણ માણસની પેઠે તે વિકળ જેવા દેખાતા હતા. મેં પુછ્યું “પિતાજી! એવી શી આપત્તિ ઓચિંતી આવી પડી છે કે આપ એકદમ ઉદાસ થઈ ગયા છે? કઠેર છાતીવાળા આપ બાળક પેઠે કેમ રડી રહ્યા છે. પૂજ્ય! જલદી જવાબ આપો. અમે બધા તમારા આધારે જીવનને ટકાવનારા છીએ. અમને આ તમારું દુઃખ સહન થતું નથી.”
રાજા આંસુ લુછતાં બોલ્યા “પુત્ર! મંત્રિઓ! નગરવાસીઓ હું સુખશાંતિ પુછવાયેગ્ય માણસ નથી. હું ચાંડાલ અને હત્યારા
For Private And Personal Use Only