________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
કથાસાગર
તેમણે સંયમ જીવનની કસોટી કરી છે. તમે તેમના તરફથી ક્રોધની બીલકુલ શંકા ન કરશો. નદીનું શિતળ પાણી શિતળ કરે તાપને ઉપશમાવે. તમે તેમની પાસે જવાથી શિતળ થશે. મારી સાથે ચાલે શરમાવે નહિ. તેમના દર્શનને પામવું તે મહાભાગ્યનું કારણ છે અને તે આપ પામ્યા છે તેથી આપ મહાભાગ્યવંત છે.
ગુણધર રાજા અહંદત્તને સાથે લઈ તેની હુંફ મુનિ પાસે આવ્યા. આવતાં વેંત તે તેને ભાવથી વંદન કરી બોલ્યો “ભગવંત! મારા અપરાધને ક્ષમા કરે. મારું રક્ષણ કરે મારે ઉદ્ધાર કરે. ભગવંત ! હું મહા પાપી છું જગતપૂજ્ય! જગના જીવ માત્રનું કલ્યાણ કરનારા ! શત્રુ મિત્ર ઉપર સમાન દષ્ટિવાળા! દરેક પ્રાણી માત્રને દર્શનથી પૂનિત કરનારા! આપને મેં કેવળ મારવાની ભાવના જ ન રાખી પણ મારવા આ કુતરાઓને છેડી હું ત્રાષિઘાતક છું. ભગવંત! હું શું કરું તે મારા આ પાપને નિસ્વાર થાય.”
મુનિ શાંત રસને ફેલાવતી વાણીવડે બોલ્યા. “રાજા ! તીવ્ર પશ્ચાતાપ પાપનો નાશ કરે છે. તે પશ્ચાતાપ તમારા હૃદયમાં થયે છે અને સાથે સાથે સદ્ધર્મની રુચિ પણ પ્રગટી છે. એથી તમારું કલ્યાણ છે. તમે મારા તરફથી તમારું ભુંડું થવાની કેઈપણ આશા ન રાખશે. કેઈનું કઈ ભુંડું કરી શકતું નથી. જે જેનું નિમિત્ત હોય તે બને છે. મને તમારા પર જરાપણું રેષ નથી. હું તે તમને ઉત્તમ પુરુષ માનું છું. કેમકે પાપ પ્રવૃત્ત માનવ પણ હેજ નિમિત્ત મળતાં ફરી જાય અને ધર્મરુચિવત થાય તે કાંઈ એછે કલ્યાણકારી નથી. તમે
For Private And Personal Use Only