________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
કથાસાગર
પણ અત્યંત દુઃખ આપે છે. ઝેર ખાવામાં આવે તે તે તે મારે પણ તે ન ખાધું હોય છતાં તેની માત્ર ગબ્ધ લીધી હોય તે પણ તે જીવને આકુળ વ્યાકુળ કરે છે. કાળદંડ! હિંસાને છેડ. અને તારી હૃદયની અંતરવૃત્તિને નિર્મળ બનાવ. કાળદંડ! આ હિંસા કેવી ભયંકર છે તે શોધવા બહુ દૂર જવાની જરૂર નથી. તારા હાથમાં જે પાંજરું રહેલું છે અને તેમાં જે કુકડે અને કુકડી છે તેમણે સહેજ હિંસા કરી હતી તેના પરિણામે તેમને કેવાં દુઃખ સહન કરવાં પડયાં છે તે તું જાણે તે ભાગ્યેજ હિંસા કરવાની ઈચ્છા સરખી કરે.
કાળદંડ બે “ભગવંત! આ કુર્કટ અને કુકડીઓ એવી શું હિંસા કરી હતી અને તેમને એવાં કેવાં દુઃખ પડયાં કે જે સાંભળતાં મારું હૃદય કંપે ?
મુનિ બોલ્યા. “કાળદંડ! આ કુકડે આજથી સાતમા ભવે તારે યશોધર રાજા હતા. આ કુકડી તેની માતા યશેધરી હતી. તેણે એક વખત માત્ર લેટને કુકડે બનાવી હિંસા કરી હતી તેના પ્રતાપે તે મારા અને કુતરે, નેળીયે અને અને સર્પ, મત્સ્ય અને ગ્રાહ, બોકડી અને બેકડે, બેકડે અને પાડે થઈ આજે કુકડા અને કુકડીરૂપે થયાં છે.'
આ સાંભળી કુકડા કડીની આંખમાં આંસુ આવ્યાં તે મૂચ્છિત થયાં અને તેમને પિતાના પૂર્વના ભવેનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તે બે કિલકિલ અવાજ કરતાં મુનિના ચરણ આગળી આળાટવા લાગ્યાં.
કાળદંડ ચમકી ઉઠયે અને બે મહારાજ ! આ કર્કટરાજ રાજેશ્વર યશોધર અને આ કુટી જગત વંદ્ય
For Private And Personal Use Only