________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશોધર ચરિત્ર
૩પ૩ મુનિએ તુર્ત કાયોત્સર્ગ પારી તેને ધર્મ આશિષ આપી એટલે કાલદંડ બોલ્યા “મહારાજ ! અમે આવા જૈન સાધુઓ કેઈવાર જોયા છે તેમની પ્રતિષ્ઠા અને આચાર સારા હોય છે તેમ સાંભળ્યું છે. પણ એમને ધર્મ શું છે તેની અમને ખબર નથી તો આપ આપને શે ધર્મ છે તે કહેશે ?
મુનિ બેલ્યા “ભાગ્યશાળી ! અમારે અને તમારો કોઈને જુદે ધર્મ નથી. ને ધર્મ એક છે. ગામમાં કોઈ લાલ હોય, કે પીળી હેય, કોઈ ધોળી હોય કે કઈ કાબરી હેય પણ બધી ગાયનું દુધ ધોળું હોય છે. કેઈનું દુધ લાલ કે કાબરું ન હોય. તેમ કઈ ભગવાં કપડાં પહેરે કઈ વેળાં કપડાં પહેરે કઈ મૃગચર્મ રાખે પણ એ બધામાં કલ્યાણકારી વસ્તુરૂપ સાચે ધર્મ તે એકજ છે. સારાં કૃત્ય કરનારો ધમી કહેવાય અને ખેટાં કાર્ય કરનાર પાપી ગણાય. અહિંસા, સત્ય, ચેરી ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ દશા. એ સારાં કૃત્યો છે. તેને આચરનારો ધાર્મિક અને નહિ આચરણ કરનારે અધમી. આમ જે સાચાં કૃત્યને સાચાં સમજે તે સમકિતી અને બેટને સાચાં માને તે મિથ્યાત્વી. આ મિથ્યાત્વી જીવે સાચી સમજને નહિ પામવાથી ખોટા માર્ગને પણ સાચા માની અનર્થ કરે છે. જેમકે બ્રાહ્મણ વિવિધ હિંસાવાળા ય કરે છે. ભિલે ધર્મ બુદ્ધિથી દાવાનળ લગાડે આ બધું મિથ્યાત્વ નહિ તે બીજું શું છે? આ મિથ્યાત્વનું સામ્રાજ્ય જગતમાં ખુબજ વ્યાચું છે. સૌ અનર્થકારી કાર્યો કરે છે અને તેને પોતાના શાસ્ત્રને ટેકે છે એમ જણાવી તેનું સમર્થન પણ કરે છે પણ વાસ્તવિક રીતે તે પરમાર્થને જાણવા
For Private And Personal Use Only