________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર
કથાસાગર
તારે આ બે પક્ષીઓને સાથે લઈ અમારી સાથે આવવું. મને આ બન્ને પક્ષિઓ બહુ ગમે છે.”
આ પછી ગુણધર રાજાની જ્યાં જ્યાં સવારી ઉપડે ત્યાં અમે પણ ઉપડીએ અને તેના રમકડા રૂપ બની તેને મીઠા મીઠા શબ્દો સંભળાવી આનંદ પમાડી અમે અમારે કાળ કાઢવા લાગ્યાં. (૨) " રાજા મારી દત્ત! એક વખત વસંત ઋતુ આવી. કુલના બાને સમગ્ર વનરાજી હસી સૌનું આમંત્રણ કરતી હતી. ગુણધર રાજા પિતાને પરિવાર લઈ વસંતઋતુની મેજ માણવા ઉદ્યાનમાં આવ્યું. સાથે જયાવલી રાણી અને તેની દાસીઓ પણ હતી. રાજા ઉદ્યાનની વચ્ચે ઉભા કરેલા મહેલની પરસાલમાં બેઠે. ત્યાં તે એક પછી એક સેવકએ આવી અનેક કુલે પત્ર અને ફળના ઢગ કર્યા. રાજાને આ બધા કરતાં જયાવલીનું મૂખ વધારે મેહક લાગ્યું તેથી તેણે સેવકને વિદાય આપી અને પોતે જયાવલી સાથે પ્રેમમાં પરોવાયે.
આ અવસરે અમારું રક્ષણ કરનાર કાલદંડ કેટવાલ અમને પાંજરામાં લઈ ઉદ્યાનના મહેલે આવ્યો પણ તેણે જાયું કે રાજા જયાવલી રાણી સાથે આનંદમાં છે તેથી તે ત્યાંથી પાછા ફર્યો અને વસંત ઋતુની અપૂર્વ શોભા નિહાળતે નિહાળતે એક શાલવૃક્ષ પાસે આવ્યું. આ વૃક્ષ નીચે શશિ પ્રભ નામના આચાર્ય સ્થિર દૃષ્ટિ રાખી કાર્યોત્સર્ગ કરતા હતા. કેટવાલને બીજે રખડયા કરતાં તેમની પાસે બેસી કાંઈક ધર્મ ગેષ્ટિ કરવાનું મન થયું. તેથી તેણે પાંજરું નીચે મુકયું. અને સુનિને માથું નમાવી તેણે વંદન કર્યું.
For Private And Personal Use Only