SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર ૩૪૭ બ્રાહ્મણના ભેજન સમારંભ પછી અંતઃપુરની સ્ત્રીઓ આવી. આ સ્ત્રીઓ મારા વિયેગથી દુર્બળ થઈ ગયેલી હતી પણ આ બધામાં મેં ક્યાંય નયનાવલીને ન જઈ એટલે મેં માન્યું કે કાંતે તે માંદી પડી હશે કે કાંતે તે મૃત્યુ પામી હશે. નહિતર આવા તેવા ઉત્સવમાં તે તેને ખુબ રસ છે એટલે તેના પુત્રના આ ઉત્સવમાં આવ્યા વિના રહે નહિ.” હું આ અજપ કરતા હતા ત્યાં બે દાસીઓ પરસ્પર વાત કરતાં બેલી. “આ આટલી બધી ગંધ અહિં શાની છે? બીજીએ કહ્યું “પશુઓના વધપૂર્વક માંસ પકાવાય ત્યાં ગંધ ન હોય તે શું હોય ? પહેલીએ કહ્યું “તુર્તના મારેલા પશુઓના માંસમાં ગંધ ન હેય આ તે ઉભા ન રહેવાય તેવી ખરાબ ગંધ મારે છે? બીજીએ કહ્યું “સાચી વાત છે. આ પશુધની ગંધ નથી પણ નયનાવલીને રૂંવે રૂંવે કોઢ ફાટી નીકળે છે તેની આ દુર્ગધ છે. તેણે આગલા ઉત્સવમાં હિતમસ્યનું માંસ ખમ ઠાંસી ઠાંસી ખાધું હતું. પરિણામે તેને ભયંકર અજીર્ણ થયું અને તેમાંથી તેને કોઢ ફાટી નીકળે છે.” - પહેલી બોલી “અજીર્ણથી આ રોગ થયો એમ ન બેલ આ પાપિણી તે પથરા ખાય તે પણ તેને અજીર્ણ થાય તેમ નથી. પણ નિર્દોષ રાજાને તેણે ઝેર આપી મારી નાંખ્યું હતું તેનું પાપ તેને આ ભવમાં ઉદય આવ્યું છે. સખિ દુર પશુ પંખી પણ પાપ ન કરે તેવું તેણે તેના ધણને મારીને ઉગ્ર પાપ કર્યું છે. કેઢ થવો એતે આ ભવનું દુઃખ છે પણ પરભવમાં તે તેને નરક ભગવેજ છૂટકે છે.” For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy