________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
કથાસાગર
તેણે એક સેટી લીધી અને નયનાવલીને એટલે પકડી બે ત્રણ ચઢી દીધી. નયનાવલી પગે લાગી તેને કહેવા લાગી.
નાથ ! હું શું કરું. રાજા ! ઉંઘે ત્યારે આવું ને ? હું થોડી સ્વતંત્ર છું. મારે અપરાધ ક્ષમા કરે. ફરી આમ નહિ કરું.” હું આને ઉડો વિચાર કરૂં ત્યાં તે મારી આગળ એક પછી એક નવાં દશ્ય શરૂ થયાં. કાગડા અને કોયલ જેમ એક બીજામાં આસક્ત થાય તેમ આ કુજ અને નયનાવલીએ શયનગૃહની બહાર વિષય ભેગવ્યું.
મારી સ્ત્રીનું આ ચરિત્ર નજરોનજર દેખ્યું. સામાન્ય માણસ પણ સ્ત્રીનું દુશ્ચરિત્ર સાંભળી લાલપીળો થઈ ન કરવાનું કરી નાંખે ત્યારે હું તો રાજા હતા, મારા હાથમાં તરવાર હતી અને સ્ત્રીનું દુરાચરણ મેં નજરેનજર જોયું હતું. આથી મારા હૃદયમાં વૈરાગ્યને જે ઝરો પ્રગટયો હતો તે જોતજોતામાં અદશ્ય થયે. હું લાલ પીળે થયે અને મેં મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. પણ મારે પહેલાં આ કુલટા સ્ત્રીને હણવી કે નિમકહરામ કુને હણવે તે વિચારમાં બીજી ક્ષણે વિચાર આવ્યું કે આ મારી તલવારે મોન્મત્ત હાથીની ઘટાઓને હણ્યા છે અને દુર્ધર શત્રુઓનાં માથા કાપ્યાં છે તેને હું એક પામર મુજ ઉપર કેમ ચલાવું? વળી કલે મારે સંયમ લે છે તે વખતે હું આ કુલટાને હણી શા માટે સ્ત્રીહત્યા વહોરું? - મને નયનાવલી અને કુન્જ બન્ને તરફ દયા આવી. મેં તરવાર મ્યાન કરી. તેમના છિદ્ર જેવાનું કે તેમના જીવનમાં રસ લેવાનું હવે મને મન ન રહ્યું.
For Private And Personal Use Only