________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
કથાસાગર
ગાર તે સ્થિતપ્રજ્ઞ મહાત્મા હતા એટલે તેમને તે રાજસેવકેનું પકડવું કે આ બધી ધમાલથી જરાપણ ક્ષોભ ન થયે પણ અભયમતી સાધવી જરા ક્ષેભ પામ્યાં એટલે અભયરૂચિએ તેમને સ્થિર કરતાં કહ્યું.
આય! મૃત્યુને ભય સાધુએ શા માટે રાખવે ? અમુક નિયત સમયે આપણું મૃત્યુ છે તે આપણને ખ્યાલ હોય તે વિશેષ ધર્મ કરણી કરી આપણે આપણા આત્માને ઉજવળ બનાવી શકીએ. આ પ્રસંગ આપણે માગીએ તે પણ કયાંથી મળે? બહેન! સારું થયું કે આજે આપણું અઠ્ઠમનું પારણું નથી થયું. આપણું મૃત્યુ ઉપવાસ પૂર્વક થાય તે શું છેટું?’
સાધ્વી સ્થિર થયાં અને બોલ્યાં. “મને મૃત્યુને ભય નથી. પણ આપણું મૃત્યુ શું આમ પશુની પેઠે દેવી આગળ બલિદાનથી થશે તેનું દુખ છે. પણ બાંધવ! જેવું શુભાશુભ કર્મ આપણે ઉપાર્યું હશે તેવું થશે. શેક કરે નિરર્થક છે. હું હવે શોક નહિ કરું. તમે મને માર્ગે વાળી તે સારું કર્યું.”
અભયરૂચિ અણગાર અને અભયમતી સાધ્વીને હમ કુંડ આગળ લાવવામાં આવ્યા. સામે રાજા ઉભે અને બીજી બાજુ તલવાર ભાલા અને બીજાં ખુલ્લા શસ્ત્રો લઈ દેવી ભક્તો ઉભા. સાધુએ અને સાધ્વીએ આંખ મીંચી પંચ પરમેષ્ટિનું સ્મરણ કરવા માંડયું. ત્યાં અચાનક પૃથ્વી થરથર કંપવા લાગી. આકાશમાં મેટે વટેળ થયે અને ચારેબાજુ રેતથી આકાશ છવાયું. ક્ષણમાં તે કુદરતમાં એવું તાંડવ થયું કે બચાવે બચાવની બૂમે ચારે બાજુથી પડવા માંડી કેઇન
For Private And Personal Use Only