________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩રર
કથાસાગર
ધર રાજાના ભવમાં લાટના કુકડા બનાવી હણવા માત્રથી હું અને તેમાં પ્રેરણા આપનાર તે ભવની મારી માતા આઠ ભવસુધી કેવાં દુઃખ પામ્યાં ને રૂમાં ખડા થાય તેવા આત્મવૃત્તાંત રજુ કરે છે. આ વૃત્તાંત તે આ યશેાધર ચરિત્ર છે. (૨)
રાજપુર નગરમાં મારિદત્ત નામના રાજા હતા. રાજા, મૃગયા, સુરાપાન અને એશઆરામ સિવાય બીજું કાંઈ જાણુતા ન હતા. રાજા ધર્મોંમાં માત્ર પોતાની કુળદેવી ચંડમારીને પૂજય દેવ તરીકે માનતા અને તેની આગળ અનેક જીવાનો વધ કરી દેવીને તર્પણુ કર્યાંનુ માનતા.
ચડમારી દેવીનુ` રાજપુર નગરની દક્ષિણ દિક્ષાએ મંદિર હતુ. આ મદિરને જોતાંજ દેવી અને દેવીભક્ત રાજાનુ સ્વરૂપ આપે।આપ સમજાતું. મદિરના દરવાજો અનેક મારેલાં પશુઆનાં શિંગડાંઓનાં તારાથી શણગારેલા હતા. મંદિરના ગઢ ઉપર ઠેર ઠેર કળશને ઠેકાણે મેાટા ભારડ પક્ષિઓનાં ઇંડાં મુકેલાં હતાં અને જ્યાં લાકડાના દંડની જરૂર હોય ત્યાં અનેક જાતનાં પશુઓનાં હાડકાં આડાંઅવળાં ગોઠવેલાં હતાં. દેવીના મ ંદિરની ધ્વધ્ન કેાઈ વસ્ત્રની ન હતી પણ બહુ વાળવાળાં પશુઓનાં પુ ંછડાને ધજાને ફેંકાણે ગોઠવ્યાં હતાં. મંદિરની ભીંતે મારી નાખેલા પશુએનાં જાડાં લેાહીના થરના લપેટા કરી ૨ગી હતી. આ સ્થાન હતું તે દેવીનુ પણ જેનાર તે સ્થાનને જોતાંજ ભય પામતા.
આ મંદિરના મધ્ય ભાગમાં ચડમારી દેવીની પ્રતિમાને ઉંચા સાનાના આસન ઉપર ગોઠવી હતી. આ પ્રતિમાનુ રૂપ અને
For Private And Personal Use Only