________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
કથાસાગર
નહિં. આ બધું છતાં આ મંત્રી વૈભવ અને કુશાગ્ર બુદ્ધિ દુનીયાની માયા છે. પણ ખરૂં શ્રેય કરવાનું સાધન તા ધ છે તે વિસર્યાં ન હતા. તેથી રાજ્યકાજ કે દુનીયાના બધા વ્યવહારા કર્યા છતાં તે ધર્મમાં ચિત્ત રાખતા હતા.
શાન્તુ મ`ત્રીના વૈભવ હવેલી. અશ્વશાળા, હસ્તિશાળા, અને નાકર ચાકરમાં જણાતા હતા તેમ તે વલવ જિનમદિા ઉપાશ્રયે અને અન્નાલયેમાં પણ જણાતા હતા. તેમણે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના મધ્ય ભાગમાં શાંતુવસહી નામે શત્રુંજયની ટુંક જેવું જિનમંદિર બાંધ્યું હતું, જે જિનમદિર અનેકના એધિબીજ ઉત્પન્ન કરનારૂં અને બેધિબીજને દૃઢ કરનારૂ હતુ.
શાન્તુ મંત્રી હંમેશાં ત્રિકાળ આ મંદિરના દન કરવા આવતા અને જીવનના હરેક કાર્ય પ્રસંગે પણ તેના દર્શન કરવાનું ચૂકતા નહિ.
એક વખત રયવાડીએથી હાથી ઉપર બેસી પાછા ફરતાં શાન્તુ મંત્રી શાન્તુવસહીએ આવ્યા. પગલે પગલે ટોકરા વગાડાતા હાથી ઉભે રહ્યો. શાન્તુ મંત્રી હાથી ઉપરથી હેઠા ઉતર્યો અને જ્યાં મંદિરના દરવાજે પ્રવેશ કરવા ગયા ત્યાં નજીકના એક ખૂણા ઉપર ઉભેલા એક યુવાન સાધુ પર તેમની નજર પડી. આ સાધુ સુંદર શણગાર સજેલી કાજલ આંજેલી રૂપવાન વેશ્યાના ખભા ઉપર હાથ મુકી ઠાઠા ઢીઢી કરતા હતા. શાન્તુમંત્રીએ તે સાધુને બરાબર જોયા પણ તે સાધુની નજર તેમના ઉપર પડી નહિ. મંત્રીએ તુત ખેસ ઉંચા નીચે કર્યા અને તેમની નજીક જઈ ગૌતમ સ્વામિને વાંઢે તે રીતે વિનય પૂર્ણાંક તે સાધુને ‘ઈચ્છામિ ખમાસમણા વંૐિ' કહી
For Private And Personal Use Only