________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનુ· ચરિત્ર
૩૦૩
ચંદ્રરાજાની સાથે ગુણાવલી, પ્રેમલા, સુમતિ મત્રી, શિવકુમાર, શિવમાળા અને સાતસે રાણીએ દીક્ષા લેવા તૈયાર થઇ. દીક્ષાના ઉત્સવ ગુણશેખરે ખુબજ શાનદાર કર્યાં. અને તે બધાએ મુનિસુવ્રત સ્વામિ પાસે ભાવથી દીક્ષા લીધી. ચંદ્રરાજા ચંદ્રરાજર્ષિ અન્યા. સાપ કાંચળી ઉતારી ચાહ્યા જાય તેમ તેમણે આભાનગરી અને તેની ઋદ્ધિ છેડી સચમ લઇ સર્વના ત્યાગ કર્યાં. વિહાર વખતે ગુણશેખર વિગેરે સમગ્ર પ્રજાજના આંખમાં આંસુ સારતા રહ્યા પણ તે તો મિત્રે 7 સર્વત્ર સમવિત્તો' ખની આભા છોડી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા.
ચંદ્રરાજર્ષિએ સયમ લઇ સ્થવિર ભગવંતા પાસે જ્ઞાન અભ્યાસ કર્યાં અને તીવ્ર તપ આરંભ્યા. પરિણામે તેમણે કર્માંનાં પડળા દૂર કરી કેવળજ્ઞાન મેળવ્યું.
ગુણાવળી વિગેરે સાધ્વીએ એ પણ નિળ સંયમ પાળી પ્રતિનીની આજ્ઞાને વહન કરી પોતાનાં જીવન અજવાળ્યાં. કેવળી ભગવંત ચંદ્રમુનિ મહાત્મા અંતકાળ નજીક જાણી ઉપકારક સિદ્ધાચળે આવ્યા અને અંતે ત્યાં એક માસની સલેખણા કરી સિદ્ધિ પદને વર્યાં.
સુમતિ સાધુ, શિવ સાધુ, ગુણાવલી અને પ્રેમલા પણ કેવળ જ્ઞાન પામી અનેક જીવાને પ્રતિબેાધી મુક્તિને વર્યાં. શિવમાળા વિગેરે સાધ્વીએ અનુત્તર વિમાને ગયાં અને ત્યાંથી મહાવિદેહમાં જઇ મુક્તિને વરશે.
આમ પૂર્વ ભવની લીલા સમેટી જગતને લીલા સમેટવાના ઉપદેશ આપતુ તેઓનું જીવન આજે પણ અનેકને
ઉપકારક છે.
For Private And Personal Use Only