________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૩૦૧ ખુબ ઠપકે આપે. આ પછી રૂપમતીને પણ વારંવાર પશ્ચાતાપ થયો કે “અરે મેં પક્ષિને જીવ લીધે તે ઠીક ન કર્યું. પણ તિલકમંજરીએ તે રૂપમતીના આ કૃત્યને જાહેર કરી તેને અને જૈનધર્મને બન્નેને ખુબ ખુબ વગે. રૂપમતી ઘણુંએ પસ્તાવે, કેસીને દુઃખ દેઈ પણ કીધું અણકીધું ન હવે બાપડલા રે જીવડલા તું કરજે કામ વિમાસી વિહડે જાતું આવતું વિહડે કર્મ એ કરવત કાશી
રૂપમતીએ કેશીને મારતાં શું માર્યું પણ પછી તે ખુબ પસ્તાઈ. પણ હવે કર્યું ન કર્યું થાય તેમ નહોતું. ખરી રીતે જીવે કામ વિચાર કરીને કરવું જોઈએ કે જેથી પાછળથી પસ્તાવો ન થાય. ખરાબ કામ હંમેશાં કરતાં દુઃખ જેમ આપે છે તેમ તેનું ફળ મળે ત્યારે પણ તે દુખ આપે છે. - આ પછી રૂપમતીએ તિલકમંજરી સાથે સરસાઈ કરવાનું છેડયું. ખુબ ધીર સ્વભાવ કેળવી તેણે ઘણું સુકૃત ઉપજયું.
રાજન આ કેશી તે વીરમતી રાણી થઈ કેમકે તે કેશી ત્યાંથી મરી ગગનવલ્લભ રાજાની પુત્રી વીરમતી થઈ અને વીરસેન રાજાને પરણી. હે રાજા! રૂપમતી તે તું પોતે ચંદ્ર, તિલકમંજરી તે પ્રેમલાલચ્છી, સાધ્વીને ફાસે ખાતાં અટકાવનાર સુરસુંદરી તે ગુણુવલી, ગળે ફાંસો ખાવા તૈયાર થયેલ સાધી તે કનવજ. કેશીને રક્ષક તે સુમતિ મંત્રી અને કાબરને રક્ષક તે હિંસક મંત્રી. તિલકમંજરી અને રૂપમતીને સ્વામિ શૂરસેન તે શિવકુમાર નટ. રૂ૫મતીની દાસી તે શિવમાળા અને કાબરનો જીવ તે કપિલા ધાવમાતા.
For Private And Personal Use Only