________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
આ વાત સમય જતાં વિસારે પડી. તિલકમંજરીનાં તથા રૂપમતીનાં બેનપણમાં સહેજ અંદેશ પડે પણ જતે દીવસે તેમનાં બેનપણું તેવાં ને તેવાં રહ્યાં.
એક વખત વિરાટરાજ સુરસેન તરફથી તિલકમંજરીનું માગું આવ્યું. રાજાએ જવાબમાં કહ્યું “સુરસેન સાથે તિલકમંજરીને પરણાવવામાં મને જરા પણ વાંધો નથી પણ મારી પુત્રી અને પ્રધાનપુત્રી બન્ને એક જ વરને વરવા ઈચ્છે છે આથી પ્રધાનપુત્રો રૂપમતીની ઈચ્છા જાણ્યા પછીજ નિશ્ચય કરાય.” રાજાએ રૂપમતીની ઈચછા જાણી લીધી અને ત્યારબાદ તે બન્નેનાં લગ્ન વિરાટના રાજા શૂરસેન સાથે થયાં. બન્ને બેનપણીઓ એકજ વરને વરી અને સાથે સુખ ભોગવવા લાગી.
તિલકમંજરી અને રૂપમતીનાં સખિપણું જન્મથી હતાં પણ શેયે થતાં તે સખિ પણ ન રહ્યાં. હવે પરસ્પર એક બીજાના તે છિદ્રો જેવા લાગી. અને નજીવા કારણે પણ રેજ લડવા માંડી.
શોક્યથી શૂળી રૂડી કહી નહી ઈહાં મીનને મેષ રે બહું જે બહેન સગિ હવે
તે હિ પણ વહે દ્વેષ રે. એક વખત તિલકપુરીને રાજાને કોઈએ સુંદર કાબર ભેટ ધરી. આ કાબર રાજાએ તિલકમંજરીને મેકલી. તિલક મંજરી રોજ તેને રમાડતી અને તેની સાથે મીઠા સ્વરે વાત કરતી. તિલકમંજરી આ કાબર સાથે રૂપમતીને વાત કરવા સરખી દેતી નહિ. આથી રૂપમતીએ પિતાના પિતા પાસે તેના
For Private And Personal Use Only