________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
કથાસાગર
ફરી ભગવાનને નમી બોલ્યો “ભગવંત! પૂર્વભવે મેં એવું કયું કર્મ કર્યું હતું કે જેને લઈ મને મારી વિમાતાએ કુકડો બનાવ્યું?
ક્યા કર્મથી મારે નટો સાથે ભમવું પડયું ? આ પ્રેમલાને કયા કમથી વિષકન્યાનું આળ આવ્યું ? અને કનકધ્વજ શાથી કેઢીએ થયે? આ બધું અગમ અગોચર અમારૂં વૃત્તાંત આપ સર્વજ્ઞ ભગવંત શિવાય બીજું કેણ કહી શકે?” - ભગવાને કહ્યું “રાજન ! આ જગતમાં પ્રેમ અને દ્વેષ સુખ અને દુઃખ એ બધા પૂર્વભવના કારણેથી થાય છે. તમારે પૂર્વભવ હું કહું તે સાંભળે એટલે તેનાં બધાં કારણે આપો આપ તમને સમજાશે.
(૨) વદર્ભ દેશમાં તિલકાપુરી નામે નગરી હતી. આ નગરને રાજા મદનભ્રમ અને તેને રાણી કનકમાળા હતી. આ રાજાને એકની એક પુત્રી તિલકમંજરી હતી. આ તિલકમંજરી રૂપાળી અને બુદ્ધિશાળી હતી પણ તેને જૈનધર્મ ઉપર દ્વેષ હતા. આમ છતાં જેન ધમ ઉપર ખુબ રાગવાળી સુબુદ્ધિ મંત્રીની પુત્રી રૂપમતી સાથે તેને ખુબ સખિપણ હતાં.
તિલકમંજરી અને રૂપમતીને એવાં સખિપણાં હતાં કે તેમણે બાળપણથી જ એ નિશ્ચય કર્યો હતો કે “આપણે પરણવું તે એકજ વરને? કેમકે જુદા વર વેરે પરણીએ તે
જુદું ઘર માંડવું પડે અને જુદા પડવું પડે ને ?” - પ્રધાનપુત્રી રૂપમતી જેનધર્મની અભ્યાસી, સુશીલ ધીર ગંભીર, સગુણી અને સાધુસાધવીના પરિચયવાળી હતી. આથી એકવાર રૂપમતીને ત્યાં કઈ સાધ્વી વહેરવા આવ્યાં.
છે પ્રધાન
અને સારા સાધવી
For Private And Personal Use Only