________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
હે ભળે! આ જીવ પોતાના જ્ઞાન દર્શન ચરિત્રના સ્વભાવને ભૂલી જડના સ્વભાવમાં રાચે છે તેથી જ અનર્થ પરંપરા ઉત્પન્ન કરે છે. જીવને દેહ મારે લાગે છે. ધન મારૂં લાગે છે. પુત્ર મારા લાગે છે. સ્ત્રી મારી લાગે છે અને દુનીયામાં જે મુકીને જવાનું છે તે બધું મારું લાગે છે. પણ જે સદા સાથે રહેવાના છે તે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ધર્મ પરા લાગે છે. આ દૃષ્ટિને ભ્રમ તેને ન ટળે ત્યાં સુધી તેનું કઈરીતે કલ્યાણ થાય. ?
જીવ અવ્યવહાર રાશિથી માંડી આમ કેઈકેઈવાર ઉંચે આબે પણ આવા વિભ્રમને લઈ કઈ વખત પાછા પટકાયે. ચેતને કલ્યાણ સાધવા સ્વભાવદશાને સમજવી અને વિભાવ દશાને ત્યાગ કરે એજ જરૂરી છે. આ પુરેપુરૂં તમને સમજાશે
એટલે તમે કેઈની હિંસા નહિ કરે. ઈંદ્રની ત્રાદ્ધિ અને અનુત્તરનાં સુખ પણ તમને કાચના કકડા જેવાં લાગશે. ધમ ખાતર પડનારા ગમે તેવાં કષ્ટોને તમે હસ્ત મેઢે સહન કરશે અને આપોઆપ નિસ્તાર પામશે. અને સુખદુ:ખ બધામાં તમારું ચિત્ત સમાન રહેશે. તમને કઈ વૈરી નહિ લાગે પણ સર્વ જીવે કમવશ છે એમ માની સર્વ પ્રત્યે સમભાવ જાગશે. દેશના પૂર્ણ થઈ એટલે ચંદ્રરાજા વિચારે ચડયે વીરમતી સાથે મારે આ વૈરની પરંપરા અને પ્રેમલા, ગુણાવલી, શિવમાળા, મકરવજ વિગેરે સાથેને સનેહસંબંધ એ પણ શું વિભાવદશાજ છે ને? આ વિભાવદશા જીવનમાં એક પછી એક થર જમાવતી જાય છે. તેમાં પૂર્વભવનાં કર્મો કારણ હોય છે. આ પૂર્વભવનું સ્વરૂપ આવા કેવળજ્ઞાની સિવાય બીજો કોણ કહે ? તેથી તે
For Private And Personal Use Only