________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
ર૯૩
મેં જે દુખમાં દીવસો કાઢ્યા છે તે શું તમે નથી જાણતા? આવું દુખ તે દુશ્મનને પણ ન પડજે.” ગુણાવલીએ કહ્યું.
ચંદ્રરાજાએ કહ્યું “હું એ બધું જાણું છું માટે તે ચાહું છું નહિતર મને પંખિ બનાવનારને વેરી ન માનું? હું વિમલાપુરીમાં મનુષ્ય થયો કે મેં તુ તમને યાદ કર્યા. ત્યાં પ્રેમલા હતી અને રાજાનું ઘણું બહુમાન હતું છતાં તમે મને ઘડી પણ વિસર્યા નથી તે તમારી નિર્મળ પ્રીતિને લઈને જ ને ?” હા! હા! નાથ! બરાબર કહી ગુણાવલી ભેટી પડી.
(૧૦) પ્રેમલા અને ગુણાવલી સગી બેનેની માફક પરસ્પર હેત રાખતી. ચંદ્રરાજા સાથે સંસાર સુખ જોગવતાં તે બનેને એક એક પુત્ર રત્નને જન્મ થયે. ગુણાવલીએ જે પુત્રને જન્મ આપે તેનું નામ રાજાએ ગુણશેખર પાડયું અને પ્રેમલાએ જન્મ આપેલા પુત્રનું નામ મણિશેખર પાડ્યું આ બન્ને પુત્રો ધાવમાતાથી ઉછેરાતા વૃદ્ધિ પામવા લાગ્યા અને પરસ્પર સગા ભાઈના નેહથી વધવા લાગ્યા.
ચંદ્રરાજા આમ સર્વ રીતે સુખી થયા. તેની આજ્ઞા ત્રણે ખંડમાં પ્રવતી. ચંદ્રરાજા રાજરાજેશ્વર થયે છતાં તે ઘડી પણ વિમળાચળને હૃદયથી વિસારતે નહતું. તેણે વિમવાચળમાં અનેક બિંબ ભરાવ્યાં અને ઘણું પ્રતિષ્ઠા કરાવી તે તીર્થની પ્રભાવના કરી.
For Private And Personal Use Only