________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પૂણ્યશાળીને જ્ય
યાને વીરમતીનું મૃત્યુ
( ૧ ) ચાહે તેને ચાહિયે, જ્યાં લગે ઘટમેં પ્રાણ સયણભણી સંભારા, એહ તેહ નીતાણુ!
એક મધ્યરાત્રિએ ચંદ્રરાજાની ઉંઘ ઉડી ગઈ તેને ગુણેવળીને સ્નેહ યાદ આવ્યું તે વિમાતાની સંગથી ઉન્મા ચડી પણ તેને મારા પ્રત્યે જરાયે પ્રેમ ઓછો ન હતો. તેણે પિતાના પાપને પશ્ચાતાપ આંસુની ધારા વરસાવી મારી આગળ પુરે કર્યો છે. અને મારી ભક્તિમાં તેણે જરાયે કમીના નથી રાખી. તેનાથી છૂટા પડતાં મેં તેને વચન આપ્યું છે કે હું માનવ થઈશ તે તને મળ્યા વિના નહિ રહું.'
તેણે એક કાગળ લીધે અને લખ્યું “વિમળગિરિના પ્રભાવથી મને મનુષ્યપણું મળ્યું છે. તમે ખુબ યાદ આવે છે હું થોડા વખતમાં ત્યાં આવીશ. ધીરજ ધરજે. હવે આભાપુરીનું રાજ્ય લેવામાં અને ભેળવવામાં કોઈ અંતરાય નહિ થાય. વીરમતીનું સબતનું ફળ તમે ચાખ્યું છે તે હવે તેથી ચેતીને ચાલજે. રાણી ! તુજ અવગુણ સંભારતાં મનમાં આવે છે રોષ પ્રીતિ દશા સંભારતાંજી, બહુ ઉપજે છે સંતોષ
For Private And Personal Use Only