________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
કથાસાગર
વિમાતાને મારા ઉપર કાપ ઉતર્યો. તેણે મને કુકડે બનાવ્યું. આ પછી એક વખત આ નટે આભાપુરી આવ્યા તેમણે મને વિમાતા પાસેથી માગી લીધું અને તેઓ ફરતા ફરતા મને અહિં લાવ્યા. હું અહિં વિમળગિરિના પ્રભાવથી મનુધ્યપણું પાપે આ છે મારી સંક્ષેપ આત્મકથા.”
મકરધ્વજ રાજાએ કહ્યું. ‘કુમાર! “જીવતે નર ભદ્રા પામશે એ કહેવત કેવી સાચી ઠરી. કુકડા પામેલ તમે સેળ વર્ષે માનવ થયા. કુમાર ! તમારા ગયા પછી સિંહલરાજે કપટ નાટક કરી પ્રેમલાને વિષ કન્યા ઠશવી. એાછી બુદ્ધિના મેં પ્રેમલાને દેષિત માની મારવા હૂકમ આપે પણ ડાહ્યા મંત્રીથી તે થતું અટકયું. જે આ ખરેખર બન્યુ હેત તે હું નિર્દોષ પુત્રીઘાતક ઠરત અને વધુમાં મૂર્ખ ગણાત.
રાજાને કનકદેવજ અને તેના સાગ્રીતે યાદ આવ્યા. તેણે સેવકો દ્વારા તે બધાને રાજ સભામાં બોલાવ્યા અને કહ્યું “તમે મારી પુત્રીને વિષકન્યા ઠરાવી હતી પણ જુઓ તેને બધો ભેદ આજે પ્રગટ થાય છે. પુત્રીને પરણનાર ભાગ્યશાળી આ ચંદ્રરાજા તમારી સામે બેઠા છે તે છે. અરે ક્ષત્રિય પુત્ર થઈ આવું કપટ નાટક આરહ્યું તે શું તમે ઠીક કર્યું છે? કોઢીયા પુત્ર સાથે કપટથી અનુપમ બાળાને પરણાવી તમે શું ૯હાણ કાઢવાના હતા ? ભલા માણસે આ બાળાએ તમારું શું બગાડયું હતું કે તમે બધા ભેગા થઈ બૂમાબુમ કરી તેને વિષ કન્યા ઠરાવી ? તમે ફાંસીની શિક્ષાને ગ્ય છે? આથી હું તમને બધાને ફાંસી આપું છું.”
For Private And Personal Use Only