________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ
કથાસાગર
વસતાં કેાઇવાર મારી કથા રાજા પાસેથી સાંભળી છે ખરી ? દુનીયામાં સ્નેહ કરવા સહેલે છે પણ નિહુવા બહુ કઠણ છે. પક્ષિરાજ ! તું મને ગાંડીઘેલો ન સમજતે. મેં તને મારા ઘરના માણસ માની મારા હૃદયની વાત કરી છે જો કે તુ તેમના ઘરના પક્ષિ છે પણ મારે મન તો મારા પતિ સાક્ષાત્ મને આજે મળ્યા હોય તેમ થાય છે. તને દેખી મારા રુવેવાં ખડાં થાય છે અને જાણે હું પતિને મળતી હાઉ તેટલી વિકવર થાઉં છું.'
કુકુટ કાંઇ ન આયે. માત્ર તેણે પ્રેમલા પાસે પાંખા પર ટાવી આનંદ વ્યકત કર્યાં.
પ્રેમલા મુકુટ સાથે રાજ આવે વિનેદ કરે છે. તે કેટલીકવાર ચંદ્રરાજાને ઉપાલંભ આવે છે. કેટલીક વાર તેનેજ ચંદ્ર સમજી છાતી સરસા ચાંપે છે તે કેટલીક વાર પશ્ચિ આગળ બહુ ખેલ ખેલ કરવાથી શું તેમ પણ માને છે. શિવમાળા પણ ત્યાં આવે છે અને વાતામાં વખત કાઢે છે.
આમ કરતાં કરતાં ખરાખર ચાર મહિના વીત્યા. વિમળાપુરી નગરી એ સિદ્ધાચળની તળેટીમાં હતી. તેથી પાંજરૂ સાથે લઇ પ્રેમલા ચાતુર્માસ વીતે સિદ્ધાચળની યાત્રા કરવા ચાલી. પગલે પગલે અનેક જીવા કલ્યાણ પામેલા તે તીર્થ ભૂમિને જોઇ કુ ટરાજની ભાવવૃદ્ધિ થઇ. પ્રેમલાની સાથે તેણે પણ ઋષભદેવ ભગવાનને જીહાર્યાં અને રાયણુની આસપાસ પ્રદક્ષિણા લઈ તેના ફળને માંઢામાં નાંખી પેાતાના જીવનને ધન્ય ધન્ય મનાવ્યું.
પ્રેમલા ભગવંતને જુહારી કુ ટરાજને લઈ સુરજકુંડ
For Private And Personal Use Only