________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
સૂરજકુંડનો મહિમા કૂટમાંથી ચંદ્રકુમાર
'
યાને
સખિઓ ! મારૂં ડાબું અંગ ફરકે છે. શરીરનાં રૂવાં ખડાં થાય છે, દેવીનું વચન સેળ વર્ષનું હતું તેથી મને લાગે છે કે મને મારા નાથ આજ કાલમાં મળશે. પણ બીજી શંકા એ થાય છે કે ૧૮૦૦ એજન દુર રહેલ આભાપુરીથી મારો નાથ અચાનક આવે તે બને કેમ?સેળ સોળ વર્ષના વહાણમાં તેણે મારી ખબર પણ પુછાવી નથી? કાગળ પત્ર પણ કેઈ દીવસ લખે નથી. તે તે તદ્દન નિનેહી બની મને સાવ વિસરી ગયું છે એ એકાએક કેમ આવે ?” પ્રેમલાએ સખિઓને કહ્યું.
સખિઓ બોલી. “એનું કાંઈ ન કહેવાય? એ તે વિચાર પલટાયો હોય તે જેમ તને અહિં પરણવા આવ્યા હતા તેમ આવી પણ પહોંચે. દેવવચન મિથ્યા થોડું જ થાય? બેન ! પિયરનું સુખ ગમે તેટલું હોય પણ સ્ત્રીને તે સાસરું જ સારું લાગે.”
આ વાતે ચાલે છે ત્યાં એક રાજસેવક આવ્યું અને કહેવા લાગે “હેન ! આપને રાજા રાજસભામાં બોલાવે છે. આભાપુરીથી એક નટમંડળ આવ્યું છે. તે અવનવા ખેલ
For Private And Personal Use Only