________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
કથાસાગર
લીલાધરને ચાનક લાગી અને તેણે પરદેશ જવાનું નક્કી કર્યું.
લીલાવતીએ પતિને ઘણું સમજાવ્યો પણ તે એકને બે ન થયું. આખરે મંત્રી લીલાધરને ઘેર આવ્યા અને કહ્યું
શેઠ પરદેશ જવું હોય તે ભલે જાએ પણ સારું મુહૂર્ત જેવરાવશે કે એમને એમ જશે ?”
- લીલાધરે મુહૂર્તની વાત કબુલ કરી. જેશીઓ આવ્યા તેઓએ પંચાંગને આમતેમ ફેરવ્યું અને બેલ્યા. “છ મહિનામાં તે કઈ સારે પેગ પ્રયાણુને નથી પણ જ્યારે સવારે વહેલે કુકડે બેસે ત્યારે પ્રયાણ કરવામાં આવે તો અખુટ ધન મળે.' લીલાધરે આ મુહુર્ત કબુલ કર્યું. તે રોજ સવારના કુકડાના શબ્દની ઝંખના કરે પણ પતનપુરમાં એક પણ કુકડે મંત્રીએ રહેવા દીધું હોય તે તે બેલેને? કેમકે સ્વારથ સાધન કાજ ચતુરનર તે કિમ અવસર ચુકેરે
સ્વાર્થ સાધવા ચતુર નર અવસર ચુકતા નથી. તેમ મંત્રીએ રખેને કુકડાને શબ્દ સાંભળી લીલાધર પરદેશ ન ચાલ્યા જાય માટે કુકડે જ રહેવા દીધો ન હતે.
આ વાતને બરાબર છ મહીના થયા હશે ત્યાં શિવકુંવરનું નાટકમંડળ પિતનપુરમાં આવ્યું અને મંત્રીને ઘરની નજીકજ ચોકમાં તેમણે પડાવ નાંખે.
આગલી રાતે નટરાજે કુર્કટને કહ્યું “કાલે સવારે અવાજ ન કરશે. કેમકે મંત્રી કુર્કટને દુશ્મન છે.”
કુર્કટે આ વાત સ્વીકારી પણ રોજની ટેવને લઈ સવાર થતાંજ તેણે “કુકૂરે ફૂક” કર્યું.
For Private And Personal Use Only